Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અટલજીને યૂરિન ઇન્ફેક્શન : ડાયાલિસિસ ચાલુ : સવારે મેડિકલ બુલેટિન થશે જાહેર : વાજયેપીજી સોમવારે રાત્રે એમ્સમાં જ રહેશે

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપીને યૂનિર ઈન્ફેક્શન અને કિડની સબંધિત મુશ્કેલીના કારણે એમ્સમાં દાખલ કરાયા છે અને અહીં તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું છે વાજપેયી સોમવારે રાત્રે એમ્સમાં જ રહેશે તેવી  હોસ્પિટલના સૂત્રોએ જાણકારી આપી છે કાલે મંગળવારે સવારે 9 કલાકે એમ્સ હોસ્પિટલ તરફતી મેડિકલ બુલેટિન જારી કરાશે.

   સોમવારે સાંજે વાજપેયીની સ્થિતિ જાણવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના અધ્યક્ષ અમિતભાઈ  શાહ, લાલકૃષ્ણ અડવાણી, ગૃહપ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા, પ્રકાશ જાવડેકર, હર્ષવર્ધન અને વિજય ગોયલ સહિતના નેતાઓ એમ્સ પહોંચ્યા હતા.ભાજપના નેતા વિજય ગોયલે જણાવ્યું કે, યૂરિન ઈન્ફેક્શનની સારવાર ચાલી રહી છે અને આશા છે કે મંગળવારે ઘરે જઈ શકશે.

(1:21 am IST)