Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઉત્તર કોરિયા ન્યૂક્લિયર વેપન્સને નષ્ટ કરશે તો અમેરિકા કિમ જોંગ ઉનને 'યુનિક' સિક્યોરિટી આપવા તૈયાર

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉન કાલે 12મીએ એકબીજા સાથે સમિટ કરશે તેની પૂર્વસંધ્યાએ  સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયોએ જણાવ્યું કે, ટ્રમ્પ મીટિંગને કોન્ફિડન્સ અને હકારાત્મક વલણ સાથે અટેન્ડ કરશે. જેથી આગામી દિવસોમાં નોર્થ કોરિયાના ન્યૂક્લિયર ડિસઆર્મમેન્ટ્સ (પરમાણુ નિઃશસ્ત્રીકરણ) મુદ્દે મહત્વના નિર્ણય લઇ શકાય. પોમ્પિયોએ કહ્યું કે, જો નોર્થ કોરિયા પોતાના ન્યૂક્લિયર વેપન્સને નષ્ટ કરવા માટે તૈયાર થઇ જાય, તો અમેરિકા કિમ જોંગ ઉનને 'યુનિક' સિક્યોરિટી આપવા માટે પણ તૈયાર છે.

(11:16 pm IST)