Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ટ્રમ્પે બે દિવસ પહેલા સિંગાપોરમાં 72માં બર્થડેનું સેલિબ્રેશન કર્યુ.

સિંગાપોરના પ્રાઇમ મિનિસ્ટર લી સિએન લૂંગે ટ્રમ્પના લંચ ટેબલ પર બર્થ ડે કેક મુકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સિંગાપોરના પ્રાઇમ મિનિસ્ટર સાથે તેઓનો 72મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. કિમ જોંગ ઉન રવિવારે બપોરે સિંગાપોર આવ્યા બાદ પીએમ લી સિએન લૂંગ સાથે મુલાકાત કરી હતી. જ્યારે ટ્રમ્પે સોમવારે બપોરે પીએમ સાથે મુલાકાત કરી છે. સિંગાપોરના પ્રાઇમ મિનિસ્ટર લી સિએન લૂંગે ટ્રમ્પના લંચ ટેબલ પર બર્થ ડે કેક મુકી હતી. ટ્રમ્પે આજે સિંગાપોરમાં 72માં બર્થડેનું સેલિબ્રેશન કર્યુ. આગામી 14 જૂનના રોજ ટ્રમ્પનો બર્થ ડે છે.

  લંચ ટેબર પર ટ્રમ્પે લૂંગને કહ્યું કે, આવતીકાલની રસપ્રદ સમિટ માટે તેઓ સંપુર્ણ રીતે તૈયાર છે. ટ્રમ્પે કહ્યું, 'આવતીકાલે અત્યંત રસપ્રદ સમિટ થવા જઇ રહી છે. મને આશા છે કે, સમિટ સારી રહેશે.' સિંગાપોરના ફોરેન મિનિસ્ટર વિવિઆન બાલાક્રિશ્નને ટ્રમ્પની તસવીરો ટ્વીટર પર પોસ્ટ કરી હતી.

(11:31 pm IST)