Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ચીનમાં પ્રૌઢના નાકમાં ઘુસી જઇને જળોઅે ઘર બનાવ્યુંઃ નાકમાંથી સતત લોહી વહ્યા બાદ તબીબોઅે ૪ ઇંચની જીવતી જળો બહાર કાઢી

બેઇજીંગઃ ચીનમાં અેક પ્રૌઢના નાકમાંથી સતત લોહી વહેતુ રહેવાથી તબીબો પાસે તપાસ કરાવતા ૪ ઇંચ લાંબી જીવીત જળોને બહાર કાઢી હતી.

ચીનના ગુઆંગ્ક્ષીના બેહાઇ શહેરમાં કંપારી છૂટી જાય એવી ઘટના બની છે. અહીં 51 વર્ષીય વ્યક્તિની નાકમાં ચાર ઇંચ લાંબી જળો ઘર કરી દીધું હતું. પરંતુ વ્યક્તિને આ વાતનો સહેજ પણ અણસાર આવ્યો નથી. પરંતુ સતત 10 દિવસથી નાકમાંથી લોહી વહેતું હતું. જેથી તે ડોક્ટર પાસે ગયો હતો. ત્ચારે તેને ખબર પડી કે તેના નાકમાં જળોએ ઘર કરી દીધું છે.

નાકમાંથી લોહી નીકળવાના કારણે આ વ્યક્તિ ખુબ જ હેરાન હતો. જ્યારે તેની પત્નીએ કહ્યું કે તેના નાકમાં કંઇક જોયું. ત્યારબાદ તે ડોક્ટર પાસે ગયો હતો. આ વ્યક્તિના નાકમાંથી જ્યારે જળો કાઢવામાં આવી ત્યારે તે જીવતી હતી. જળોને ડોક્ટર અને નર્સની મદદથી નાકમાંથી કાઢવામાં આવી હતી.

વ્યક્તિના જણાવ્યું હતું કે, બની શકે કે ગત સપ્તાહ તે પવર્તો ઉપર એક જગ્યાએ પાણી પી રહ્યો હતો. તે દરમિયાન જળો તેના નાકમાં જતી રહી હશે. ડોક્ટરે તેના નાકમાંથી 4 ઇંચ લાંબી જીવિત જળો કાઢી હતી. જેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો જે અત્યારના દિવસોમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને આશરે 1.2 મિલિનય વખત જોવામાં આવ્યો છે જ્યારે 19,000 વખત શેર કરવામાં આવ્યો છે.

(7:10 pm IST)