Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

આયાત ટેક્સ લગાવવાના નિર્ણયની ટીકાને લઇને અમેરિકાના રાષ્‍ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત ઉપર કટાક્ષઃ મોટાભાગના દેશોઅે અમેરિકાની કંપનીને પિગી બેન્‍ક સમજી રાખી છે

ફોટોઃ trump no india ne tono

વોશિંગ્‍ટનઃ કેનેડામાં આયોજીત G-7 સમિટમાં ટ્રમ્પ ખૂબ જ આકરા પાણીઓ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની સાથે યોગ્ય વ્યવહાર ન કરતા દેશોને ચેવતણી આપતા કહ્યું હતું કે, "આ ફક્ત જી-7 નથી. મારો મતલબ છે આપણી સામે ભારત છે, જ્યાં અમુક વસ્તુઓ પર 100 ટકા આયાત ડ્યૂટી છે. પૂરેપૂરા 100 ટકા...અને આપણે બિલકુલ નથી બદલાતા. આપણે એવું નથી કરતા શકતા."

કેનેડાના ક્યૂબેક શહેરમાં બે દિવસની G-7 સમિટમાં નિર્ધારિત સમય પહેલા જ પરત ફરેલા ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "અમે જાણે કે પીગી બેંક બની ગયા છીએ, જેને દરેક લોકો લૂંટી રહ્યા છે."

સાથે જ તેમણે કહ્યું હતું કે, "તમે આવું ન કરી શકો. અમે અનેક દેશ સાથે વાતચીત કરી રહ્યા છીએ. આ બંધ થઈ જશે અથવા અમે તેમની સાથે વેપાર બંધ કરી દઇશું. આવું થશે તો તમામ લોકોને ફાયદો થશે."

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં હાર્લી-ડેવિડ્સન પર ભારતે 100% ટેક્સ લગાડવાની ટીકા કરી હતી. સાથે જ તેમણે અમેરિકામાંથી આયાત કરવામાં આવતી હજારો મોટરસાઇકલો પર આયાત ડ્યૂટી લગાવવાની ચીમકી આપી હતી.

(7:09 pm IST)