Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

રાહુલ ગાંધી અને શરદ પાવર વચ્ચે દિલ્હીમાં મુલાકાત વિપક્ષી પાર્ટીની રણનીતિ અંગે ચર્ચા :રાજકીય ગરમાવો

રાહુલને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન પર ધ્યાન કેન્દ્રીત કરવા પવારે આપી સલાહ

નવી દિલ્હી ;કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર વચ્ચે આજે દિલ્હીમાં મુલાકાત થઇ હતી શરદ પવાર સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરવાનું આયોજન કર્યું હતું. રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે શરદ પવાર એક દિવસ માટે દિલ્હી આવ્યા હતા.બન્ને નેતા વચ્ચે જનપથ સ્થિત સરકારી આવાસમાં આ મુલાકાત થઈ છે. આ મુલાકાત 45 મિનિટ સુધી ચાલી હતી.

   બેઠકમાં વિપક્ષી પાર્ટીઓની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે, મહારાષ્ટ્રના કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીને કેટલીક યોજના અંગે પણ જાણકારી આપી છે.

  શરદ પવારે રાહુલ ગાંધીને કહ્યુ કે, તેઓ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન પર ધ્યાન કેન્દ્રીત કરે. આ ત્રણ રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો. 2019માં કોંગ્રેસ માટે રસ્તો સાફ થઈ શકે છે. શરદ પવાર અને રાહુલ ગાંધીની મુલાકાત બાદ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સૂત્રોનું માનીએ તો શરદ પવાર મહત્વના રાજકીય સંકેતો આપવાની તૈયારીમાં હોય તેવુ લાગી રહ્યું છે.

(3:46 pm IST)