Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ચોમાસુ મહારાષ્ટ્રથી છત્તીસગઢ અને બિહાર તરફ આગળ વધ્યું :72 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

24 કલાકમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તોફાનની સંભાવના : હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યુ

નવી દિલ્હી :દેશમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહયું છે ચોમાસુ મહારાષ્ટ્રથી હવે છત્તીસગઢ અને બિહાર તરફ આગળ વધી રહ્યુ છે  હવામાન વિભાગે 72 કલાકમાં દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે આ તમામ રાજ્યોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યુ છે.

   હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 72 કલાકમાં દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, ચંદીગઢમાં પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. આગાહીના પગલે દરિયા કિનારાના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે  આગામી 24 કલાકમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તોફાનની સંભાવના છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, પશ્વિમ બંગાળ, ઓડિસા, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડમાં તોફાન સાથે વરસાદ પડી શકે છે

   તોફાનના કારણે અત્યાર સુધીમાં 400 લોકોના મોત થયા છે. સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં લોકોના મોત થયા છે. આ ઉપરાંત બિહાર અને ઝારખંડમાં પણ વરસાદના કારણે મોટુ નુકસાન થયું છે.  હવામાન વિભાગે, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, પુડુચેરી સહિતના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતા માછીમારોને દરિયો ન ખડેવાની સુચના આપી છે.

(1:41 pm IST)