Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કોંગ્રેસની કેરળની ઓફિસ OLX પર વેચવા કાઢી, કિંમત રાખી માત્ર ૧૦,૦૦૦ રૂપિયા

રાજયસભાની એકમાત્ર સીટ માટેનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્ચો, કોઇકે કર્યું ગતકડું

કોચી, તા.૧૧: કેરળમાં કોંગ્રેસ પાર્ટીમાં રાજયસભાની સીટને લઇને ધમાલ મચી છે એવામાં કોઇએ પ્રદેશ કોંગ્રેસ કમિટીની ઓફિસને OLX પર વેચવા મૂકી છે. વાસ્તવમાં કેરળ કોંગ્રેસના અનેક નેતાઓ રાજયસભાની સીટી કોંગ્રેસ(M)ને 'ભેટ' દેવા બદલ પક્ષના વરિષ્ઠ નેતાઓથી અત્યંત નારાજ છે. એ જ વખતે OLX પર આ જાહેરખબર જોવા મળી છે. કોંગ્રેસ(M)ની સ્થાપના ૧૯૭૯માં કે. એમ. મણિએ કરેલી.

OLX પર અનીશ નામની એક વ્યકિતએ આ જાહેઆત આપી છે, જેમાં તિરુવનંતપુરમના ઇન્દિરા ભવનમાં આવેલી પ્રદેશ કોંગ્રેસની ઓફિસ માટે ૧૦ હજાર રૂપિયાની કિંમત રાખવામાં આવી છે. જાહેરાતમાં કોંગ્રેસની ઓફિસનો ફોટા પણ છે. આ ઓફિસ સંપૂર્ણ રીતે ફર્નિશ્ડ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ જાહેરાત કોંગ્રેસ  દ્વારા મિત્રો પક્ષોના તુષ્ટિકરણ પર વ્યંગ કરતી જણાય છે, કેમ કે ઓફિસ ખરીદવા માટે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અથવા કેરળ કોંગ્રેેસ(M) નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

પાર્ટીએ રાજયસભાની એક સીટ કેરળ કોંગ્રેસ(M)ને આપવાનો નિર્ણય કર્યો એ જ દિવસથી કેરળ કોંગ્રેસમાં ભારે અસંતોષ  ફેલાયો છે. કેરળ કોંગ્રેસમાં(M)બે વર્ષ બાદ UDF ગઠબંધનમાં પાછી ફરી છે. વર્તમાનમાં આ સીટ પરથી રાજયસભાના ઉપસભાપતિ પી. જે. કુરિયન સંસદસભ્ય છે, જેઓ ૧ જુલાઇએ નિવૃત થઇ રહ્યા છે.

કેરળ કોંગ્રેસ(M)એ આ સીટ પરથી પાર્ટીપ્રમુખ કે. એમ. મણિના પુત્ર જોસ કે. મણિને ચૂંટણીમાં ઉતાર્યા છે, જેને પગલે કોંગ્રેસના નેતાઓ વધુ નારાજ થઇ ગયા છે. તેમનું માનવું છે કે આના બદલે પાર્ટીના જ કોઇ સિનિયર નેતાને ઉમેદવાર બનાવવો જોઇતો હતો.(૨૨.૪)

(11:52 am IST)