Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

હરિયાણાની મહિલા IAS ઓફિસરને સિનિયર અધિકારીએ કહ્યું, એક નવીનવેલી દુલ્હનની જેમ તારે મને સમજાવવું પડશે

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને કરેલી પ૩ ફરિયાદનું પરિણામ ન આવ્યું એટલે ફેસબુક પર વ્યથા લખી

હિરશર  તા. ૧૧ :.. હરિયાણા સરકારની એક મહિલા આઇએસએસ ઓફીસરે તેના સીનીયર અધિકારી પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આ મહિલા અધિકારીએ ગઇકાલે ફેસબુક પર પોસ્ટ મૂકીને તેની સાથે શું બન્યું હતું એની વિગતો આપી હતી.

ર૮ વર્ષની આ મહિલા અધિકારીએ આરોપ મુકયો હતો કે 'મારા સીનીયર અધિકારીએ મને કહયું હતું કે તારે નવીનવેલી દુલ્હનની જેમ બધું જ સમજાવવું પડશે. મને તેમનો વ્યવહાર યોગ્ય ન લાગ્યો. મેં રાષ્ટ્રપતિની ઓફીસ અને ભારત સરકારને કુલ પ૩ વાર ફરીયાદ કરતી મેઇલ મોકલી છે, પરંતુ હજી સુધી કોઇ પગલા લેવામાં આવ્યાં નથી.'જો કે મહિલાના સીનીયર અધિકારીએ આ તમામ આરોપોનો રદિયો આપતાં કહ્યું હતું કે 'મહિલા અધિકારી સાથે કોઇ દુર્વ્યવહાર નથી કરવામાં આવ્યો. મેં હંમેશાં તેમની મદદ કરવાની જ કોશિષ કરી હતી. મહિલા અધિકારીને માત્ર  સલાહ આપવામાં આવી હતી કે અન્ય ઓફીસર્સની મંજૂર થયેલી ફાઇલ્સમાં ભૂલ ન શોધે અને દરેક ફાઇલમાં વિપરીત ટીપ્પણી લખવી બંધ કરે. એને લીધે અન્ય વિભાગના લોકો તમારો એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ ખરાબ કરી શકે છે.'

જો કે મહિલા અધિકારીનો દાવો છે કે સીનીયર અધિકારી ખોટું બોલી રહ્યા છે અને સીસી ટીવી કેમેરાનાં ફૂટેજ તપાસ  કરવાની માગણી કરી છે. (પ-૪)

(11:51 am IST)