Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

હું ટ્રમ્‍પને મળવા રાજી છું: વ્‍લાદિમીર પુતીન

રશ્‍યિાને જી-૭ માં ફરી દાખલ કરવા બાબતના ટ્રંપના કહેણને પુતિને આવકાર્યું

મોસ્‍કો તા. ૧૧: ઔદ્યોગીક રાષ્‍ટ્રોના સમુહ જી-૭ માં રશિયાને ફરીથી લેવા બાબતના ટ્રમ્‍પના કહેણને આવકારતા પુતિને કહ્યું કે સમીટનું આયોજન વોશીંગ્‍ટન દ્વારા થાય તો હું ડોનાલ્‍ડ ટ્રમ્‍પને મળવા રાજી છું.

ચીનના કવીંગાડો ખાતે પત્રકારો સાથે વાત કરતાં રશીયન પ્રમુખે કહ્યું કે ઓસ્‍ટ્રીયાએ ટ્રમ્‍પ અને મારી મુલાકાતનું આયોજન કરી આપવાની ઓફર કરી છે. શાંઘાઇ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજીત એક સમીટમાં તેમણે કહ્યું કે અમેરીકી પ્રમુખે વારંવાર કહ્યું છે કે આવી મીટીંગનું આયોજન કરવું જરૂરી છે. અમેરીકા જયારે આ મીટીંગ માટે તૈયાર થશે એટલે તરતજ તેનું આયોજન થશે. પુતિને શષા દોડ ઘટાડવા બાબત ટ્રમ્‍પે તાજેતરમાં કરેલ ફોનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વ્‍હાઇટ હાઉસના અધિકારીઓ આવી મીટીંગના આયોજન બાબતે કામ કરી રહ્યા છે. ટ્રમ્‍પે કહ્યું છે કે પુતીન સાથે મીટીંગ ગોઠવવા બાબત મારૂં મન ખુલ્લું જ છે.

અમેરીકી પ્રમુખે રશિયા સાથે સંબંધો સુધારવા બાબતે વારંવાર કહ્યું છે. જી-૮ તરીકે ઓળખાતા સમુહમાં રશિયાને જોડાવા માટે આમંત્રણ આપવા બાબત ટ્રમ્‍પે કરેલા બયાનને પુતીને આવકાર્યું હતું.

(11:45 am IST)