Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કિમ જોંગ ઉન સિંગાપુર પહોંચ્યા :ડોનાલ્ડ ટ્રમ્પ G -7ની બેઠક છોડીને સિંગાપુર રવાના

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન  અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે નિર્ધારીત બેઠકના બે દિવસ પહેલા સિંગાપોર પહોંચી ગયાં છે. બંને દેશોના નેતાઓ વચ્ચે આ ઐતિહાસીક બેઠક 12 જૂને યોજાશે. બીજી બાજુ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ G-7 દેશોની બેઠક અધવચ્ચે જ છોડીને સિંગાપોર આવવા રવાના થઈ ગયાં છે.

બંને નેતાઓ વચ્ચે મંગળવારે સિંગાપોરના સેંટોસા દ્વીપ પર આવેલી કપૈલા હોટલમાં મુલાકાત યોજાશે. જ્યાં ઉત્તર કોરિયાના પરમાણું નિરસ્ત્રીકરણને લઈને વાતચીત થશે.

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન એર ચાઈનાના વિમાન મારફતે સિંગાપુર પહોંચ્યાં છે. આ વિમાનનો ઉપયોગ ચીન સરકારના વરિષ્ઠ અધિકારીઓ કરે છે.

(8:39 am IST)