Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પહેલા બાળકને જન્મ પછી લગ્ન: ઉદયપુર પાસેના ગામમાં જનજાતીની અનોખી પ્રથા

કોઈ પાસે લગ્ન કરવા પૈસા ન હોય તો બાળક અને યુવતી સાથે 'લિવ ઈન'માં સાથે રહી શકે

જયપુર : ભારતના દરેક પ્રાંતમાં રહેતી અલગ અલગ જનજાતિના લોકો અલગ અલગ રિવાજ અને માન્યતાનું અનુકરણ કરે છે.

સામાન્ય રીતે ભારતમાં દરેક જનજાતિના લોકો લગ્ન વ્યવસ્થાને મહત્વ આપે છે. લગ્ન કરવાની રીત અલગ હોય પરંતુ લોકો લગ્ન પ્રથામાં વિશ્વાસ રાખે જ છે. પરંતુ ભારતમાં એક એવી જનજાતિના લોકો પણ વસે છે જે લગ્ન તો કરે છે પરંતુ બાળકનો જન્મ થાય ત્યાર પછી.લગ્ન કરે છે

   રાજસ્થાનના ઉદયપુર પાસે એક ગામમાં આ જનજાતિ વસે છે. અહીં યુવક અને યુવતી યુવાન થાય એટલે શારીરિક સંબંધ બનાવે છે અને જો તેમના સંબંધથી બાળકનો જન્મ થાય તો ત્યારબાદ તે લગ્ન કરે છે. જો કોઈ આ પ્રથાને માન્ય ન રાખે અને તેને બાળક ન થાય તો તેના લગ્નને પણ માન્યતા આપવામાં આવતી નથી

   આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને અહીંના લોકો પણ તેને યોગ્ય જ માને છે. ખાસ વાત એ છે કે જો કોઈ પાસે લગ્ન કરવા પૈસા ન હોય તો બાળક અને યુવતી સાથે 'લિવ ઈન'માં સાથે રહી શકે છે

(11:35 pm IST)