Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

રાયગઢની યાશી જૈને યુરોપના સૌથી ઉંચા શીખર ઉપર તિરંગો લહેરાવ્યો

છત્તીસગઢના રાયગઢની નિવાસી યાશી જૈનએ યુરોપના સૌથી ઉંચા માઉંટ એલબ્રુસનના શીખરને ફતેહ કરી તિરંગો લહેરાવ્યો હતો. યાશીએ ૧ જુલાઈથી ચડવાનું શરૂ કર્યુ હતુ અને પાંચ દિવસમાં ૫૬૪૨ મીટરનું અંતર કાપી દેશનું નામ રોશન કર્યુ હતુ. છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બાઘેળે પણ પોતાના ટ્વીટર ઉપર યાશીની સિધ્ધી વર્ણવી અભિનંદન પાઠવ્યા હતા.

(3:26 pm IST)