Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ઉર્મિલાનો લેટર બોમ્બઃ પક્ષના કાર્યકર્તાઓ પર ગંભીર આરોપ લગાવ્યા

ઉર્મિલાએ લોકસભા ચૂંટણીમાં હારનું ઠીકરૂ અન્ય કોંગી નેતાઓ પર ફોડયું

નવી દિલ્હી, તા.૯: ઉર્મિલા માતંડકરે મિલિંદ દેવરાને નવ પાનાનો એક પત્ર લખ્યો હતો.જેમાં લોકસભાની ચૂંટણી દરમિયાનપક્ષના કાર્યકરોની ગેરહાજરી, નબળી યોજના, પ્રચાર કાર્યનો અભાવ, ચૂંટણી અભિયાન માટે નિયુકત કરવામાં આવેલા મુખ્ય કોઓર્ડિનેટર, સંદેશ કોડવિલકર, અન્ય અધિકારી ભૂષણ પાટીલ અને જિલ્લા અધ્યક્ષ અશોક સુત્રાલે જવાબદાર ગણાવ્યા છે.

પૂર્વ અભિનેત્રી અને કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડી ચુકેલી ઉર્મિલા માતોંડકરે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાને પત્ર લખીને પાર્ટીની હાર માટે સ્થાનિક નેતાઓની ક્ષમતા, નબળાઈ, યોજનાઓ, કાર્યકર્તાઓની બેદરકારી અને ભંડોળની ખામીઓ અંગે રોદણાં રોવાની ફરિયાદ કરી છે. પત્રમાં ઉર્મિલાએ પોતાના ચૂંટણી પ્રચાર માટે નિમણૂક કરાયેલા ચીફ કોર્ડિનેટર સંદેશ કોંડવિલકર અને બીજા પદાધિકારી ભૂષણ પાટિલ અને જિલ્લા અધ્યક્ષ અશોક સૂત્રાલેને જવાબદાર ગણાવ્યા છે.

૧૬મી મેના રોજ પત્રમાં ઉર્મિલા માતોંડકરે કહ્યું કે, તેમને જીત માટે ઘણી મહેનત કરી હતી પરંતુ કોંગ્રેસ સંગઠન પાસેથી અપેક્ષા પ્રમાણે સહયોગ મળ્યો ન હતો, ખાસ કરીને જે નેતાઓના નામ જવાબદાર ગણાવ્યા છે તેમની પાસેથી સહયોગ મળી શકયો ન હતો. રાજકારણમાં પહેલી વખત પગ મૂકનારી ઉર્મિલાને કોંગ્રેસે દક્ષિણ મુંબઈથી ટિકિટ આપી હતી પરંતુ તેમને ભાજપના ગોપાલ શેટ્ટી સામે હારનો સામનો કરવો પડયો હતો.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ટિકિટ પર ઉર્મિલા માતંડકર ઉત્તર મુંબઈના ઉમેદવાર હતા. તેમને ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટીએ મોટા માર્જિનથી હરાવ્યા હતા.

મુંબઈ કોંગ્રેસના પ્રમુખ મિલિંદ દેવરા રાજીનામા બાદ પક્ષની સમસ્યાઓ સતત વધી રહી છે. બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતંડોકર, જેઓ લોકસભાની ચૂંટણીમાં પક્ષના ઉમેદવાર રહી ચૂકયા છે. તેમણે પત્ર લખ્યો અને કાર્યકર્તાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

(3:25 pm IST)