Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કર્ણાટકમાં કોંગ્રેસને વધુ એક ઝાટકો : સસ્પેન્ડ રોશન બેગે ધારાસભ્ય પદેથી આપ્યુ રાજીનામુ

રોશન બેગે કહ્યું હું મુંબઈમાં છું : ભાજપના નેતાઓ મારા સંપર્કમાં છે

કર્ણાટકમાં કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. પાર્ટીમાંથી સસ્પેન્ડ કોંગ્રેસી ધારાસભ્ય રોશન બેગે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. રોશન બેગે જણાવ્યુ હતુ કે, તેઓ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાશે.

  રોશન બેગએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા મને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને મેં સત્ય કહેતા મને સસ્પેન્ડ કરવામાં આવ્યો. હું મુંબઇ કે ગોવા નથી જઇ રહ્યો. હું અહીંયા મુંબઇમાં જ છું. હું ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી રહ્યો છુ. અને ભાજપના નેતાઓ મારા સંપર્કમાં છે.

(2:06 pm IST)