Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

એસબીઆઈનું ગ્રાહકોને ઓનલાઈન ફ્રોડ અંગે એલર્ટઃ સોશ્‍યલ મીડીયાના ફેક એકાઉન્‍ટથી બચવા જણાવ્‍યું

નવીદિલ્‍હીઃ દેશભરમાં ઓનલાઈન ફ્રોડ વધતા જાય છે. ત્‍યારે સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા (એસબીઆઈ)એ પોતાના ૪૨ કરોડથી વધુ ગ્રાહકોને એલર્ટ કરવાની સાથે ફ્રોડથી બચવાની સલાહ આપી છે. બેન્‍કે જણાવ્‍યું છે કે ગ્રાહક પોતાના પૈસા અને સમય સોશ્‍યલ મીડીયામાં ફેક એકાઉન્‍ટમાં  નાખવાથી બચવું જોઈએ.

એસબીઆઈએ ટ્‍વીટ કરી ગ્રાહકોને સચેત કરતા જણાવ્‍યું છે કે પોતાના સોશ્‍યલ મીડીયા એકાઉન્‍ટ દ્વારા બેન્‍કીંગ અધિકારીઓને ટેગ કરવા અને વાતચિત કરતા પહેલા વેરિફાઈડ સાઈન જોવી જોઈએ. સોશ્‍યલ મીડીયામાં ઓનલાઈન નાણાકીય લેતી દેતી કરતા પહેલા ફેક સોશ્‍યલ મીડીયા એકાઉન્‍ટને ઓળખવું મહત્‍વપૂર્ણ થઈ ગયું છે.

આ ઉપરાંત એસબીઆઈએ  પોતાના ગ્રાહકો માટે બે ટોલ ફ્રિ નંબર (૧૮૦૦૧૧૨૨૧૧ તથા ૧૮૦૦૪૨૫૩૮૦૦) પણ આપ્‍યા છે. જેના  દ્વારા કોઈપણ ફ્રોડ ટ્રાન્‍ઝેકશન બને તો ટોલ ફ્રિ નંબર ઉપર તુરંત  જાણ કરવા જણાવ્‍યું છે

 

(1:24 pm IST)