Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘ મહેરની કાગડોળે જોવાતી રાહ : મુંબઈમાં સિઝનનો 52 ઈંચ વરસાદ પડી ગયો, આઠ દિવસમાં જુલાઇ મહિનાનો ૮૪ ટકા વરસાદ વરસી ગયો, આજે પણ ભારે વરસાદની આગાહી ચાલુ : ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ દિલ્હી પંજાબ રાજસ્થાન બિહાર અને ગોવામાં પણ ભારે વરસાદની આગાહી : ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું, દક્ષિણ ગુજરાતમાં અઢી ઇંચ વરસાદ પડ્યો : કચ્છ ઉત્તર અને પૂર્વ મધ્ય ગુજરાત કોરા કાટ : સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી જાય છે : મુંબઈમાં હજુ બે દિવસ જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ વરસાદની આગાહી : વાવણી ઉપર હવે વરસાદની તાતી જરૂરિયાત, પાક નિષ્ફળ જવાની ભીતિ, ચિંતાના વાદળો ઘેરાયા : કપાસ મગફળીનું બિયારણ બળી જવાનો પુરો ભય, સારા વરસની ખેડુતોની આશા સામે પ્રશ્નાર્થ : રાજકોટ વેટ તંત્ર દ્વારા મોરબી રાજકોટ ગાંધીધામમાં દરોડાનો દોર ચાલુ : ગાંધીનગરમાં પાક વીમા મુદ્દે 30 ખેડૂતોની અટકાયત : રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક ધોરણે સુનાવણી કરવા નવેસરથી માંગ : વોશિંગ્ટન ડીસીમાં ભારે પુર whitehouseમાં પાણી ઘૂસ્યા : શેરબજારમાં આજે પણ તોતિંગ કડાકા : બદનક્ષી કેસમાં કોર્ટમાં આજે રજુ થશે રાહુલ ગાંધી : કર્ણાટકની કુમાર સ્વામી સરકારનું આજે ભાવિ નક્કી થશે

(1:10 pm IST)