Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સિદ્ધુ સરકારી ખજાના પર બોજ : પદ સાંભળ્યું નથી છતાં પગાર અને ભથ્થાની મજા : ભાજપ નેતાએ લખ્યો રાજ્યપાલને પત્ર

તેમણે વિના કામ કર્યા સેલરી લઇ રહ્યા છે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ.

પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ  ફરીવાર સરકાર માટે માથાનો દુખાવો બની શકે છે  સિદ્ધુ વિરુદ્ધ બીજેપીના નેતા તરુણ ચુગે રાજ્યપાલને પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે કે એમણે મંત્રી પદના શપથ લીધા છે. પરંતુ હજુ સુધી કાર્યભાર સંભાળ્યો નથી. તોપણ મંત્રી રૂપે મળનારી સેલરી અને ભત્તાઓની મજા લઇ રહ્યા છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે સિદ્ધુ અને સીએમ વચ્ચે વિવાદે સંવૈધાનિક સંકટ પેદા કર્યું છે.

  બીજેપીના નેતા તરુણ ચુગે આગળ કહ્યું કે એમણે રાજ્યપાલને અપીલ કરી છે કે પંજાબના હિતમાં કોઇ નિર્ણય કરે, જો મંત્રી કોઇ કામ કરવા માંગતા નથી તો કોઇ બીજુ તેમની જગ્યાએ વિભાગ સંભાળે. આ સાથે જ જો તેમણે વિના કામ કર્યા સેલરી લઇ રહ્યા છે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ.

   અત્રે ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધુ આ સમયે મંત્રાલય બદલવાથી નારાજ છે. ગત 6 જૂનથી મુખ્યમંત્રી અમરિન્દર સિંહે સિદ્ધુ પાસેથી શહેરી એકમ સાથે પ્રવાસન અને સાંસ્કૃત્તિક મામલાનો વિભાગ પાછો લઇ લીધો છે. અને તેમને વીજળી વિભાગનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.

(12:39 pm IST)