Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

હવે પત્ની બાળકના ખાતામાં પૈસા જમા નહીં કરાવી શકાય !!

હવે કોઇ તમારી મરજી વગર તમારા ખાતામાં પૈસા જમા નહીં કરાવી શકે

નવી દિલ્હી તા ૫ : હાલના આધુનીક યુગમાં ડિજિટલ ટ્રાન્ઝેકશન સત્ત વધી રહ્યાં છે. લોકો સમયની બચત અને સરળ રહેતા ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધુ મહત્વ આપી રહ્યાં છે, પરંતુ બીજી તરફ ડિજિટલ ટ્રાન્ઝેકશનને લઇને ઘણાં જોખમ પણ વધી રહયાં છે. એવામાં સરકારે બેન્ક એકાઉન્ટની સુરક્ષાને લઇને અમુક કેટલાક મજબુત પગલાં ભર્યા છે. સુત્રોને જણાવ્યા મુજબ હવે કોઇ તમારી મરજી વગર તમારા ખાતામાં પૈસા જમા નહીં કરાવી શકે અને એ માટે બેન્કિંગ સિસ્ટમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યાં છે.નોટ બંધીના સમયે કેટલાક લોકોએ કાળું નાણું છુપાવવા માટે મિત્રો, પરિવારજનો અથવા કર્મચારીઓના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે પછી એવા ખાતાધારકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડયો હતો. આ પ્રકારની સ્થિતીથી બચવા માટે હવે સરકાર એવાં પગલાં ભરવા જઇ રહી છે, જેને કારણે શવે કોઇ વ્યકિત અન્યના ખાતામાં પૈસા જમા કરાવે તો એ પહેલાં તેણે એ ખાતાધારકની મંજુરી લેવી જરૂરી હશે.

(11:37 am IST)