Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ભારતીય વાયુસેનાની વધુ એક આકાશી સિદ્ધિ: ઉડાન દરમિયાન ફાઈટર પ્લેનથી ભર્યું ઈંધણ: જુઓ વિડિઓ

ભારત અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે ગરુડ કવાયત યોજાઈ

નવી દિલ્હીઃ ભારતીય વાયુ સેનાએ વધુ એક આકાશી સિદ્ધિ હાંસલ કરી છે વાયુસેનાએ  મધ્ય આકાશમાં Su-30MKI ફાઈટર પ્લેનમાં IL-78 FRA વિમાનમાંથી ઈંધણ ભર્યું હતું જેનો વિડિઓ શેર કર્યો હતો 1 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન ફ્રાન્સના એરફોર્સ બેઝ મોન્ટ-ડે-મારસન ખાતે ભારત અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે યોજાયેલી 'ગરુડ' કવાયતમાં હાથ ધરાઈ હતી. 

ગ્રુપ કેપ્ટન એન્ટીલે આ કવાયત અંગે જણાવ્યું કે, "હવાથી હવામાં વિમાનમાં ઈંધણ ભરવું એ કોઈ સાધારણ કાર્ય નથી. પાઈલટે તેમના વિમાનની ઝડપ એક સમાન રાખવી પડે છે, યોગ્ય ફોર્મેશન બનાવવું પડે છે અને ઈંધણ ભરનારા વિમાન સાથે સાંમજસ્ય સ્થાપવાનું હોય છે."

ભારત અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે યોજાયેલી 'ગરુડ-6' કવાયત મોટી લશ્કરી કવાયતોમાંની એક ગણાય છે. આ અગાઉ પણ ભારતીય વાયુસેના દ્વારા એક ગરૂડ-2019 કવાયત માટેની તૈયારીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય વાયુસેનાના જવાનો યુદ્ધ પહેલાંની કેવી રીતે તૈયારી કરે છે તે દર્શાવાયું હતું. 

   ભારતીય વાયુસેના પાસે 120 યુદ્ધ વિમાન છે અને ચાર સુખોઈ વિમાન છે. જેની સામે ફ્રાન્સની વાયુસેના પાસે IL-78 ફ્લાઈટ રિફ્યુલિંગ એરક્રાફ્ટ ઉપરાંત રાફેલ, આલ્ફા જેટ, મીરાજ 2000, C135, E3F, C130 અને કાસા નામના યુદ્ધ વિમાન છે.

(9:39 am IST)