Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ચંદ્રયાન-2: ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહોંચ્યા બેંગલુરુ

ચંદ્રયાન-2 ઉતરવાની ઘટનાના સાક્ષી બનવા પીએમ મોદીની જનતાને અપીલ

 

બેંગ્લુરુ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચંદ્રયાન-2 ચંદ્ર સપાટી પર ઉતરવાની પ્રક્રિયા જોવા માટે મોડી રાતે 1 વાગ્યે બેંગલોર સ્થિત ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના મુખ્ય મથક પહોંચશે. સમય દરમિયાન, 70 વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હાજર રહેશે.

પીએમ મોદી રાત્રે 9.15 વાગ્યે બેંગલુરુ પહોંચ્યા છે. જ્યાં તેમનું કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સ્વાગત કર્યું હતું

  અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ શુક્રવારે લોકોને ચંદ્રયાન-2 ઉતરવાની પ્રક્રિયાને ચંદ્ર સપાટી પર જોવા અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા વિનંતી કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'હું તમને બધાને વિનંતી કરું છું કે ચંદ્રયાન-2 ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની વિશેષ ક્ષણ જુઓ. તમારા ફોટાને સોશિયલ મીડિયા પર શેર કરો. હું તેમાંથી કેટલાકને રી-ટ્વીટ પણ કરીશ.

(12:11 am IST)