Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અલગાવ વાદીઓના કહેવા પર જમ્મુ-કાશ્મીરમાં લોકો અવજ્ઞા આંદોલન ચલાવી છેઃ માટે બજાર નથી ખુલતા

                 

નવી દિલ્હી :  રાજય સરકાર તથા સુરક્ષા બળોના થોડા વરિષ્ઠ અધિકારીઓ માને છે કે કાશ્મીરની જનતા અલગાવ વાદીઓના કહેવા પર કાશ્મીરમાં અવજ્ઞા આંદોલન આહવાનને માનતા કાશ્મીર નાગરિક કફર્યુ ઉત્પન્ન થયેલ છે. જેને કારણે કાશ્મીરમાં બજાર ખુલતા નથી.

રાજયના ઘણા ભાગમાં હજુ પણ પ્રતિબંધની અસર જણાય છે. સરકાર તરફથી સ્થિતિને સામાન્ય કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. છતાં પણ સ્થાનીક વેપારીઓ દુકાનો ખોલવા તૈયાર નથી.

રાજયોમાં વિદ્યાર્થીઓ દ્બારા સ્કુલોનો બહિષ્કાર થઇ રહ્યો છે.  હજુ પણ રાજયના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, અને મહબુબા મુફતી સહિત ઘણા નેતાઓ અટકાયતમાં છે. શ્રીનગરમાં દિવસના સમયે આવવા જવા પર લાગેલ પ્રતિબંધોમાં ૯૦ ટકા છૂટ આપવામાં આવી છે.

ઘણી જગ્યાએ લેન્ડ લાઇન કનેકશન પૂર્વવત કરવામાં આવ્યા છે. આમ છતાં સ્કૂલ, કોલેજ નથી ખુલી રહ્યા. ખાનગી ક્ષેત્રમાં કર્મચારી કામ પર જાય છે સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રગટ કરવાના હેતુથી કામનો બહિષ્કાર થઇ રહ્યો છે.  પ ઓગષ્ટ પછી આખા રાજયમાં સંચાર સેવાઓ અને ઇન્ટરનેટ પર રોક લગાવી દેવામા આવેલ હતી. પ્રમુખ નેતાઓ પણ અટકાયતમાં છે.

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ ના અધિકતર પ્રાવધાનો હટાવ્યા પછી ત્યાં પર્યટન વ્યવસાય ખરાબ રીતે પ્રભાવિત થયો છે. હાલની સ્થિતિમાં પર્યટન ક્ષેત્રથી સંકળાયેલા લોકો માટે રોજગારનુ સંકટ પણ ઉભુ થયેલ છે.

(11:55 pm IST)