Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

સેંસેક્સ ૩૩૭ પોઇન્ટ સુધરી ૩૬૯૮૨ની નવી સપાટી પર

રિલાયન્સ, એક્સીસ સહિતના શેરમાં લેવાલી : સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૯૯ ટકા અને નિફ્ટી ઇન્ડેક્સમાં ૦.૬૪ટકાનો ઘટાડો : કારોબારી આશાવાદી

મુંબઇ,તા. ૬ : શેરબજારમાં આજે જોરદાર તેજી જામી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૩૭ પોઇન્ટ રિક્વર થઇને ૩૬૯૮૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ૯૮ પોઇન્ટ ઉછળીને ૧૦૯૪૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન જોરદાર લેવાલી જામી હતી. જે શેરમાં ાજે તેજી રહી હતી. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રઝી, એક્સસીસ બેક અને મારૂતિ સુઝુકીના શેરમાં જોરદાર તેજી રહી હતી. આવી જ રીતે નિફ્ટી ફ્રન્ટલાઇન ઇન્ડેક્સ નિફ્ટીમાં આજે કારોબારના અંતે તેજી રહેતા કારોબારી ભારે ખુશ દેખાયા હતા. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૯૪ ટકા અને  નિફ્ટીમાં ૦.૬૪ ટકા સુધીનો ઘટાડો થયો છે. આજે કારોબાર દરમિયાન લેવાલી રહેતા કારોબારી ભારે આશાવાદી દેખાયા હતા. વૈશ્વિક બજારમાં પણ કેટલાક હકારાત્મક પરિબળોની અસર દેખાઇ હતી. આજે કારોબાર દરમિયાન મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સુધારો થયો હતો. કારોબારના અંતે મિડકેપમાં ૮૨ પોઇન્ટનો સુધારો થતા તેની સપાટી ૧૩૩૬૫ રહી હતી. આવી જ રીતે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૯૯ પોઇન્ટનો સુધારો થતા તેની સપાટી ૧૨૯૯૫રહી હતી. શરબજારમાં હાલમાં આર્થિક સુસ્તીની અસર જોવા મળી રહી છે હાલમાં શેરબજારમાં જોરદાર કડાકા બોલાયા છે. જેથી કારોબારી દિશાહીન રહ્યા છે. આજે મેટલ અને મિડિયાના શેરમાં તેજી જામી હતી.

      સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૬૧ ટકા સુધીનો સુધારો થયો હતો. આજે કારોબાર દરમિયાનિ કુલ ૨૬૫૮ શેરમાં કારોબાર થયો હતો. જે પૈકી ૧૫૮૩ શેરમાં તેજી રહી હતી. આવી જ રીતે ૯૨૧ શેરમાં મંદી રહી હતી. કારોબાર દરમિયાન ૧૫૪ શેરમાં યથા સ્થિતી રહી હતી. શેરબજારમાં આજે તેજી પરત  ફરતા કારોબારી માની રહ્યા છે કે  તહેવારમાં ફરી તેજી રહી શકે છે.  આર્થિક મંદીને દુર કરવા માટે ગકેન્દ્ર સરકાર દ્વારા હાલમાં કેટલાક પગલા જાહેર કરવામાં આવી ચુક્યા છે. આની સીધી અસર જોવા મળી રહી છે.  શેરબજારમાં વિદેશી રોકાણકારો હાલમાં જંગી રોકાણ  કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. કારણ  કે પ્રવાહી સ્થિતી પ્રવર્તી રહીછે. નુકસાન ઉઠાવવા અને જોખમ લેવા માટે કારોબારી હાલમાં તૈયાર નથી. સરકાર અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા આઈડીબીઆઈ બેંકમાં ૯૨૫૭ કરોડ રૂપિયાની રકમ ઠાલવી દેવામાં આવ્યા બાદ તેની અસર જોવા મળી રહી છે. જૂન ત્રિમાસિકના જીડીપી ગ્રોથ છ વર્ષની નીચી સપાટીએ પહોચી ગયા બાદ આની સીધી અસર બજાર ઉપર જોવા મળી રહી છે.

          કોર સેક્ટરની આર્થિક સુસ્તી પણ મંદીના સંકેત આપી રહી છે. જુલાઈ મહિનામાં આઠ સેક્ટરોવાળા કોર સેક્ટરમાં પ્રોડક્શન માત્ર ૨.૧ ટકાના દરે વધતા ચિંતા વધી છે. ઓગસ્ટ મહિનામાં સર્વિસ સેક્ટર પણ મુશ્કેલીમાં હોવાની વિગતો સપાટી પર આવી છે. પીએમઆઈ ઘટીને ૫૨.૪ની સપાટી પર પહોંચતા નિરાશા જોવા મળી રહી છે. દેશના સેવા ક્ષેત્રની ગતિવિધિ ઓગસ્ટ મહિનામાં ધીમી દેખાઈ રહી છે. એકનવા માસિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, આઈએચએસ માર્કેટના ઇન્ડિયા સર્વિસેસ બિઝનેસ એક્ટિવીટી પીએમઆઈ ઇન્ડેક્સ ઓગસ્ટ મહિનામાં ઘટીને ૫૨.૪ની સપાટી ઉપર છે. જુલાઈમાં આ આંકડો ૫૩.૮ રહ્યો છે જે હાલના આંકડા ઉત્પાદનમાં વધારાના દરમાં કમીને દર્શાવે છે. શેરબજારમાં ગઈકાલે પણ ફ્લેટ કારોબાર રહ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૮૦ પોઇન્ટ ઘટીને ૩૬૬૪૪ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૩ પોઇન્ટ સુધરીને ૧૦૭૪૮ની સપાટી પર રહ્યો હતો.

(7:40 pm IST)