Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

૨૦૨૦ની અમેરિકી ચૂંટણીમાં હારી શકે છે ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિની ઉંઘ હરામ કરતો પોલઃ પર% લોકો ટ્રમ્પ વિરૂધ્ધ તો ૪૨% તેમની પડખે રહેશે : જો કે ૭૫ ટકા રિપબ્લીકન્સ હજુ પણ ટ્રમ્પની તરફેણમાં: ૨૧ ટકા નેતાઓએ અન્યને મત આપવા જણાવ્યું

 વોશિંગ્ટન, તા.૬: અમેરિકામાં આવતા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. આ કારણથી અમેરિકાના રાજકારણમાં ગરમાવો છે. ગુરૂવારે રજૂ થયેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૨૦ના ચૂંટણીમાં અમેરિકાના ૫૨ ટકા મતદારો હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પને નકારી કાઢવાની યોજના બનાવી રહ્યા છે. જયારે ટ્રમ્પ ફરી એક વાર રિપબ્લિકન્સની બહુમતી મેળવીને ફરી સત્તામાં આવવાની તૈયારી કરી રહ્યા છે.પોલ કરાવનાર સંગઠન રાસમુસેને પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું છે કે, અમે અમારા રિપોર્ટમાં ટેલિફોન અને ઓનલાઈન સર્વેને સામેલ કર્યો છે. ૪૨ ટકા અમેરિકન્સે કહ્યું છે કે, તેઓ ટ્રમ્પને વોટ આપશે. જયારે ૫૨ ટકા લોકો ટ્રમ્પ વિરૂદ્ઘ મતદાન કરી શકે છે. ૬ ટકા લોકોએ હજી સુધી નિર્ણય નથી કર્યો કે તેઓ કોને વોટ આપશે.પદ પર બેઠેલા લોકો વિરૂદ્ઘ મતદાન કરવાની વાત કરતાં લોકોમાંથી ૫૮%લોકોએ કહ્યું છે કે, તેઓ કોઈ અન્ય ઉમેદવારની જગ્યાએ ટ્રમ્પ વિરૂદ્ઘ વોટ કરે તેવી શકયતા વધારે છે. ૩૭% લોકોનો અંદાજ છે કે, તેઓ કોઈ અન્ય ઉમેદવારને વોટ આપશે.પોલ પ્રમાણે ૭૫્રૂ રિપબ્લિકન્સ અત્યારે પણ ટ્રમ્પને વોટ આપે તેવી શકયતા છે. જયારે પાર્ટીના ૨૧% નેતાઓએ તેમના વિરૂદ્ઘ વોટ નાખવાની વાત કરી છે. ટ્રમ્પ ડેમોક્રેટ્સમાંથી ૮૨્રૂથી ૧૩% અંતરે હારે તેવી શકયતા છે. ૨૦૧૬ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને ૨૭૯ અને હિલેરીને ૨૨૮ વોટ મળ્યા હતા.

પેંસિલવેનિયા, આયોવા, ઉટાહ, ઈડાહો, નોર્થ કૈરોલિના, ફલોરિડા, જોર્જિયા, ઓહાયો, મિસૌરી, મોંટાના, લુઈસિયાના, અરકંસાસ, નોર્થ ડકોટા, સાઉથ ડકોટા, ટેકસાસ, વ્યોમિંગ, અલબામા, વેસ્ટ વજીર્નિયા, કેંટકી, ઓકલાહોમા, સાઉથ કૈરોલિના, ટેનેંસી, ઈન્ડિયાના. કેલિફોર્નિયા, હવાઈ, ઓરેગન, વોશિંગ્ટન, નેવાદા, કોલોરાડો, વજીર્નિયા, ઈલિનોય, ન્યૂયોર્ક, કનેકટીકટ, રોડ આઈલેન્ડ, મેરીલેન્ડ, મૈસાચ્યુસેટ્સ, ન્યૂ જર્સી, ડેલાવેયર, વરમોન્ટ, વોશિંગ્ટન ડીસી.

(3:37 pm IST)