Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઝિમ્બાબ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેનું 95 વર્ષની વયે નિધન .

સિંગાપુરની એક હોસ્પિટલમાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા : સ્વતંત્રતા યુદ્ધ બાદ મુગાબે આફ્રિકનોના નાયક તરીકે ઉભર્યા હતા

ઝિમ્બાબ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેનું 95 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત અસ્થિર હતી. સિંગાપુરની એક હોસ્પિટલમાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. તેમના નિધનની પુષ્ટિ કરતા એક મંત્રીએ લખ્યું છે કે, દુખદ ઘટના છે. આપણે તેમને ગુમાવી દીધા છે. આ એવો દિવસ છે જેની આપણે લોકોએ ઈચ્છા નહોતી રાખી.

  રોબર્ટ મુગાબેના રાજકીય કાર્યકાળ પર નજર કરવામાં આવે તો વર્ષ 1980થી 1987 સુધી તેઓ પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા. 1987થી 2017 સુધી તેઓ રાષ્ટ્રપતિ રહ્યા હતા. રોબર્ટ મુગાબેએ 37 વર્ષ સુધી ઝિમ્બાબ્વેનું નેતૃત્વ કર્યું હતું.

  મુગાબેની ગણના એક પ્રભાવશાળી વક્તા તરીકે કરવામાં આવતી હતી. સ્વતંત્રતા યુદ્ધ બાદ મુગાબે આફ્રિકનોના નાયક તરીકે ઉભર્યા હતા. 21 નવેમ્બર 2017માં તખ્તો પલટતા તેમણે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે પછી તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.

(12:38 pm IST)