News of Friday, 6th July 2018

કિન્નરોએ યુવકનું ગુપ્તાંગ વાઢયું

રાજસમદ, તા. ૬ :. બુધવારે બપોરે નશામાથી બહાર આવેલા ૨૨ વર્ષીય દેવગઢ કામલીઘાટના નિવાસી યુવકના પોતાની લોહીલુહાણ હાલત જોઈ હોંશ ઉડી ગયા હતા. તેનુ ગુપ્તાંગ કપાયેલુ હતું. છુપાતો-છુપાતો તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાંથી સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવાતા તેના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. એએસઆઈ ચેતરામે જણાવ્યુ કે નાથાજીનો ગુડામાં કિન્નર મમતબાઈના ઘરે કોઈ કાર્યક્રમ હોય તે ત્યાં ગયો હતો. રાત્રે કેટલાક કિન્નરો અને અન્ય લોકો દારૂ પી રહ્યા હતા તે દારૂ નથી પીતો. કિન્નરોએ તેને જબરજસ્તી મોડી રાત્રે હાથપગ બાંધી દારૂ પીવડાવ્યો હતો. તે ઘસઘસાટ ઉંઘી ગયા બાદ ઉંઘમાં જ બેહોશીનું ઈન્જેકશન આપી ઉંઘમાં તેનુ ગુપ્તાંગ કાપી નાખવામાં આવ્યુ હતું. તેને જ્યારે હોંશ આવ્યો ત્યારે તે એક બંધ રૂમમાં હતો જ્યાંથી કોઈપણ રીતે છટકી રાહદારીઓની મદદથી જોધપુરમાં તેણે તેના ભાઈને જાણ કરી હતી અને બાદમાં પોલીસમાં મામલો નોંધાયો હતો. પોલીસ તપાસમાં કામલીઘાટની કિન્નર ઈકબલીયા ઉર્ફે મમતા દ્વારા અદાવતમાં આ કૃત્ય કરવામાં આવ્યુ હતું.

(3:54 pm IST)
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : ખેરવા ગામમાં બનાવેલ ઓરડીમાંથી 17,52 લાખની જુદી-જુદી બ્રાન્ડની 4224 વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી ;ઓરડીનો મલિક અનિરુદ્ધસિંહ ઉર્ફે મોન્ટુ ઝાલા વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો access_time 12:07 am IST

  • વડોદરા : 11 બેન્કોને 2654 કરોડનો ચૂનો લગાડવાના મામલે સીબીઆઈ દ્વારા બેન્ક ઓફ ઇન્ડિયા વડોદરા ઝોનલના તત્કાલીન AGM અને DGMને ઝડપી લેવાયા : કાલે કોર્ટમાં રજૂ કરાશે : આ મામલે આગાઉ DPILના માલિક ભટનાગર બંધુ સહીત ત્રણની ધરપકડ થઇ ચુકી છે access_time 8:48 pm IST

  • સાર્વત્રિક વરસાદની સંભાવના નથીઃ સૌરાષ્ટ્રમાં કાલે બપોર બાદ છૂટોછવાયો વરસી જાય: ચોમાસુરેખા દક્ષિણ તરફ ધીમે - ધીમે ગતિ કરી રહ્યું છે. આજે સૌરાષ્ટ્રમાં હળવો અને આવતીકાલે બપોર બાદ બે-ત્રણ જગ્યાએ વરસી જાય તેવી હવામાન વિભાગે શકયતા દર્શાવી છે. access_time 11:33 am IST