Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

પુલવામાના લસ્સીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ :એક આતંકી ઠાર

આતંકીઓ છુપાતા સર્ચ ઓપરેશન શરુ કરતા ફાયરિંગ કર્યું :સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમાં આતંકીને ઠાર કર્યો

 

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઇ હતી જેમાં એક આતંકવાદી ઠાર મારવામાં આવ્યો છે અથડામણ પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં થઇ હતી.

સુરક્ષાદળોને બાતમી મળી હતી કે વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા છે

જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરાતા આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતુ.. જે બાદ સુરક્ષાદળોએ કાર્યવાહી શરૂ કરી.

   પહેલા એક એપ્રિલે લસ્સીપોરામાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા..  બીજી તરફ આતંકવાદીઓએ અનંતનાગ જિલ્લાના સદુરા ગામે એક જવાનની હત્યા કરી. મંજૂર અહેમદ બેગ નામનો જવાન રજા પર પોતાના ઘરે ગયો હતો.. ત્યારે આતંકવાદીઓએ ત્યાં જવાનને ગોળી મારી દીધી હતી ..

(1:18 am IST)