Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

દોડો...દોડો...નોકરીનો વરસાદ વરસવા માંડયો

લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાં જ ભરતીની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી. : એન્જીનીયરીંગ, મહાનગરપાલિકાઓ, મેડીકલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, નાગરીક પુરવઠા નિગમ, કૃષિ યુનિવર્સિટી, બેન્ક, LIC, કોસ્ટગાર્ડ, ઇન્ડિયન આર્મી વિગેરે ક્ષેત્રમાં રોજગારીની તક

રાજકોટ તા. ૬ : તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભારતના બાહોશ અને દીર્ધદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ હેઠળ ભા.જ.પ.(એનડીએ) ને ઐતિહાસિક જીત મળી છે  અને હવે ચૂંટણીની આચારસંહિતા પણ પૂર્ણ થઇ ગઇ છે ત્યારે ગુજરાત તથા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે-વિવિધ વિભાગોમાં નોકરીનો વરસાદ વરસવાનો શરૂ થઇ ગયો છે.

સત્તા સાથે સેવા કરવાનો તથા સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરીઓ ઉજજવળ ભવિષ્યનું સર્જન કરવા આવી ગઇ છે. નોકરીવાંચ્છુ યુવાધનને મોજ પડી જાય તેટલી ભરતીઓ થનાર હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યા છે.

હવે, હાલમાં જે ભરતીઓ ચાલી રહી છે, નજીકના ભવિષ્યમાં આવી રહી છે અથવા તો ખાલી જગ્યાઓ છે તેની ઉપર નજર કરીએ તો...

 ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિસાવદર, ધ્રાફડ કોલોની, બસ સ્ટેન્ડ પાસે, જૂનાગઢ રોડ વિસાવદર દ્વારા તા. ૧/૭/ર૦૧૯ ના રોજ સવારે ૧૧ વાગ્યે NCVT/GCVT ટ્રેડમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની ખાલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ રાખેલ છે. તા. રપ/૬/ર૦૧૯ સુધીમાં  જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી કરવાની છે.

મિકેનિકલ, ઇલેકટ્રીકલ, ઓટોમોબાઇલ તથા કોમ્પ્યુટર ગ્રુપનો ટ્રેડમાં સમાવેશ થાય છે. ડીપ્લોમાં અથવા ડીગ્રી તથા કોમ્પ્યુટર માટે બી.સી.એ., એમ.સી.એ.,બી.ઇ.અથવા તો આઇ.ટી.કોર્ષ કરેલ હોવો જોઇએ.

 સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પ્લાસ્ટીક એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી (CIPET) દ્વારા ર૮/૬/૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે અમદાવાદ, અમૃતસર, ઔરંગાબાદ, હાજીપુર અને હલ્દીયા કેન્દ્ર માટે આસીસ્ટન્ટ પ્લેસમેન્ટ ઓફીસર, લેબોરેટરી ઇન્સ્ટ્રકટર, તથા કેમેસ્ટ્રી-ફીઝીકસ-મેથમેટીકસ-ઇંગ્લિશ-કમ્પ્યુટર સાયન્સ અને ઇલેકટ્રીકલ -ઇલેકટ્રોનિકસ માટે કરાર આધારીત ફેકલ્ટીઝની ભરતી ચાલી રહી છે. www.cipet.gov.in

 મો.૯૩૭૩૬ ૮૭૯૧૧

 સુરત મહાનગરપાલિકા દ્વારા ર૧/૬/ર૦૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે ડીન, ડે.ચીફ ફાયર ઓફીસર, ડેપ્યુટી તથા આસીસ્ટન્ટ સિવિલ એન્જીનીયર, આસી. ઇલેકટ્રીકલ એન્જીનીયર, આસી.એકાઉન્ટન્ટ, ગુમાસ્તાધારા ઇન્સ્પેકટર, સિવિલ સુપરવાઇઝર, ફાયર સબ ઓફીસર, સિનિયર સ્વીમીંગપુલ ઇન્સ્ટ્રકટર (લેડીઝ/જેન્ટસ), લેબોરેટરી ટેકનીશ્યન, પ્લાનિંગ આસીસ્ટન્ટ, વાયરલેસ ઓફિસર, હોર્ટીકલ્ચર આસી. તથા સુપરવાઇઝર, ટેલિફોન ઓપરેટર, ઇલેકટ્રીકલ વાયરમેન, કલાર્ક કમ કમ્પાઉન્ડીંગ આસીસ્ટન્ટ, જુનિયર સ્વીમીંગપુલ ઇન્સ્ટ્રકટર, જુનિયર લેડી સ્વીમીંગપુલ ઇન્સ્ટ્રકટર, માર્શલ લીડર (પુરૂષ) તથા ઓડીટ કલાર્ક વર્ગ-૩ ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન નં.૦ર૬૧-ર૪ર૩૭પ૧ www. suratmunicipal.gov.in અરજી મોકલવાનું સરનામું  ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ શ્રી (મધ્યસ્થ કચેરી) ની ઓફિસ રૂમ નં.-૭પ, પ્રથમ માળ, સુરત મહાનગરપાલિકા, મુગલીસરા, સુરત છે.

 અર્બન હેલ્થ સોસાયટી જૂનાગઢ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા તા. ૧૦/૬/ર૦૧૯ ના રોજ અર્બન મેડીકલ ઓફીસર, ફાર્માસીસ્ટ અને RBSK ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટના ઇન્ટરવ્યૂં, તથા તા. ૧૧/૬/ર૦૧૯ ના રોજ એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ, ANM/RBSKFHW અને સ્ટાફનર્સના ઇન્ટરવ્યું તથા તા.૧ર/૬/ર૦૧૯ ના રોજ લેબ ટેકનીશ્યન અને કોર્પોરેશન પ્રોગ્રામ આસીસ્ટન્ટ CPA ના સીધા ઇન્ટરવ્યું રાખેલ છે. તમામ જગ્યાઓ કરાર આધારીત (ફીકસ પગાર) છે. ઇન્ટરવ્યુના દિવસે સવારે ૧૦ થી ૧ર વાગ્યા દરમ્યાન ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

 પદમકુંવરબા હોસ્પિટલ, રાજકોટના NCD વિભાગના NPCDCS/NPHCE અંતર્ગત કરાર આધારીત સ્ટાફનર્સ તથા સેનેટરી એટેન્ડન્ટ/હોસ્પિટલ એટેન્ડન્ટ (પટ્ટાવાળા)ના સીધા ઇન્ટરવ્યું તા. ૧૦/૬/ર૦૧૯ ના રોજ રાખેલ છે. સવારે ૯ થી ૧૦-૩૦ વાગ્યા સુધીમાં ઉમેદવારે નામ નોંધાવવું જરૂરી છે. સ્થળઃ જિલ્લા એન.સી.ડી.સેલ, પદમકુંવરબા હોસ્પિટલ પેલેસ રોડ, રાજકોટ.

 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લી. ગુજરાત રીફાઇનરી દ્વારા કન્ટીજન્ટ ડયુટી મેડીકલ ઓફીસર (CDMO) જનરલ ડયુટી માટેના સીધા ઇન્ટરવ્યુ તા. ૧ર/૬/ર૦૧૯ બુધવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધી ઓકયુપેશનલ હેલ્થ સેન્ટર, ગુજરાત રીફાઇનરી હોસ્પિટલ, ગુજરાત રીફાઇનરી ટાઉનશીપ, પોસ્ટ-જવાહરનગર, જિલ્લો-વડોદરા-૩૯૧૩ર૦ ખાતે યોજાનાર છે.

 શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ, બિલનાથ મંદિર પાછળ, રાધાકૃષ્ણનગર, વંથલી રોડ, જૂનાગઢ દ્વારા તા.૧૦/૬/ર૦૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે શિક્ષણ નિયામક, મહિલા યોગ ટીચર તથા ગૃહમાતા, વ્યવસ્થાપક, આચાર્ય, પ્રવાસી શિક્ષક, સ્પોર્ટસ ટીચર અને ટયુશન ટીચરની ભરતી થઇ રહી છે.

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ૩૦/૬/ર૦૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે બિનસચિવાલય કલાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટસ, મત્સ્યોદ્યોગ કચેરી અધિક્ષક તથા કચેરી અધિક્ષક (શહેરી વિકાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ) ની ભરતી પ્રક્રિયા  ચાલી રહી છે.

ઉપરાંત પ/૭/ર૦૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે લેબોરેટરી ટેકનીશ્યન, માઇન્સ સુપરવાઇઝર તથા ટેકિનકલ આસીસ્ટન્ટની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://ojas.gujarat.gov.in

તથા https://gsssb. gujarat.gov. in

 મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા તા. ૭/૬/ર૦૧૯, શુક્રવારના રોજ સવારે ૯ વાગ્યાથી (મહેકમ શાખા રૂમ નં. ર૧ર) કરાર આધારીત વિજિલન્સ ઓફીસર, પર્યાવરણ ઇજનેર, ફાયર ઓફીસર, આસી.ફાયર સેફટી ઓફીસર તથા તરવૈયાના સીધા ઇન્ટરવ્યુ રાખેલ છે

junagadhmunicipal.org

 ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા ર૭/૬/ર૦૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ મેનેજર, ડેપો મેનેજર, સિનિયર આસીસ્ટન્ટ તથા આસીસ્ટન્ટ/આસી.ડેપો મેનેજરની કુલ ૧૩૭ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ જાહેરાત અને પોસ્ટ સંદર્ભે અગાઉ અરજી કરેલ (મૂળ જાહેરાતમાં) બિનઅનામત અને અનામત કેટેગરીના ઉેમદવારોએ ફરીથી અરજી કરવાની નથી. સરકારશ્રીના નવા જાહેરનામા પ્રમાણે આર્થિક રીતે નબળા વર્ગો (E.W.S.) ના ઉમેદવારો પણ અરજીપાત્ર  છે. ઓનલાઇન અરજી કરવાની છે.

http://ojas.gujarat.gov.in

 ઇન્ડિયન આર્મી ટેકિનકલ એન્ટ્રી સ્કીમ (૧૦+ર) કોર્ષ-૪ર અંતર્ગત લેફટનન્ટની ૯૦  જગ્યાઓ ઉપર અપરિણિત પુરૂષ ઉમેદવારોની ભરતી ૮/૬/ર૦૧૯ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે ચાલી રહી છે. ફીઝીકસ, કેમેસ્ટ્રી અને મેથ્સમાં ૭૦ ટકા સાથે ધોરણ-૧ર પાસ હોય અને સાડા સોળથી સાડા ઓગણીશ વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે.

www.joinindianarmy.nic.in

 ગુજરાત રાજયની આણંદ, જૂનાગઢ નવસારી, સ.કૃ.નગર સહિતની કૃષિ યુનિવર્સિટીઓમા ર/૭/ર૦૧૯ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે બિનશૈક્ષણિક વહીવટી સંવર્ગ (વર્ગ-૩) જુનિયર કલાર્કની કુલ રપ૭ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

(1)www.aau.in (2) www. jau.in (3) www.nau.in  અથવા (4) www.sdau.edu.in

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૩/૬/ર૦૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે કલીનર કમ જુનિયર ફાયરમેનની ૧પ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વયમર્યાદા ૧૮ થી ૩૦ વર્ષ છે. સરકારશ્રીના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીમાં આવતા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

www.rmc.gov.in

 આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જ ૧૯/૬/ર૦૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર પ્રોગ્રામરની ૪ જગ્યાઓ માટે ભરતી થઇ રહી છે.

www.rmc.gov.in

 ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ (આરોગ્ય શાખા), સભાગૃહ નીચે, ગ્રાઉન્ડ ફલોર, જિલ્લા પંચાયત જામનગર દ્વારા તા. ર૭/૬/ર૦૧૯ ના રોજ સવારે ૧૦ વાગ્યાથી કરાર આધારીત ફાર્માસીસ્ટ, FHW/ANM, લેબટેકનીશ્યન, એસ.આઇ., ડેટા એન્ટ્રી ઓપરેટર કમ કલાર્કની જગ્યાઓ માટેના સીધા ઇન્ટરવ્યું રાખેલ છે.

 લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) દ્વારા એપ્રેન્ટીસ ડેવલપમેન્ટ ઓફિસર્સની કુલ ૮પ૮૧ જગ્યાઓ (ગુજરાતમાં ૧૭પ૩) ઉપર ૯/૬/ર૦૧૯ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે ભરતી થઇ રહી છે. ૧/પ/ર૦૧૯ ના રોજ ર૧ થી ૩૦ વર્ષની વય ધરાવતા સ્નાતક ઉમેદવારો અરજીપાત્ર છે. રીઝર્વ કેટેગરીમાં સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવા પાત્ર છે. સૌ પ્રથમ પ્રિલિમિનરી ઓનલાઇન ટેસ્ટ સંભવતઃ ૬થી ૧૩  જુલાઇ, ર૦૧૯ના રોજ લેવાશે.

www.licindia.in

 ભારતની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા  સમયાંતરે કલાર્ક, બેન્ક ઓફિસર્સ, એડવાઇઝર, એનાલિસ્ટ, પ્રોબેશનરી ઓફીસર, આસીસ્ટન્ટ વિગેરેની ભરતીઓ ચાલતી જ હોય છે. ભરતી પ્રક્રિયા અવિરત ચાલુ જ રહેતી હોય છે.વેબઇસાઇટ જોતી રહેવી હિતાવહ છે.

www.sbi recruitment 2019

 એ જ રીતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા પણ વર્ષ દરમ્યાન સરકારના વિવિધ વિભાગો અને ક્ષેત્રોમાં અલગ-અલગ કેડરમાં ભરતી પ્રક્રિયા ચાલતી જ હોય છે.

www. upsc.nic.in (recruitment)

 ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા ૧૦/૬/ર૦૧૯ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે નાવિક (ડોમેસ્ટીક બ્રાન્ચ-કુક અને સ્ટુઅર્ડ)ની જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. ૧/૧૦/ર૦૧૯ ના રોજ ૧૮ થી રર વર્ષની વય ધરાવતા ધોરણ ૧૦ પાસ ઉમેદવારો અરજી પાત્ર છે. સરકારશ્રીના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીમાં આવતા ઉમેદવારોને છુટછાટ મળવાપાત્ર છે.

www. joinindian coastguard.gov.in/

 ઇન્ડિયન આર્મી દ્વારા ૧૦/૬/ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ડેન્ટલ કોર્પસની ૬પ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. BDS  માં છેલ્લા વર્ષમાં પપ ટકા મેળવેલ અથવા MDS કરેલ ઉમેદવારો અરજીપાત્ર છે.

www.indianarmy.nic.in

 પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓ ભાવનગર ઝોન, મોતીબાગ ટાઉન હોલ પાછળ, મહાત્મા ગાંધી સદન ભાવનગર દ્વારા તા.૧૦/૬/ર૦૧૯ ના રોજ સવારે ૧૦ વાગ્યાથી રજીસ્ટ્રેશન સાથે લીગલ ઓફીસર, અર્બન પ્લાનર તથા એડીશ્નલ આસીસ્ટન્ટ મેનેજરના (કરાર આધારીત-હંગામી ધોરણે) સીધા ઇન્ટરવ્યું રાખેલ છે.

 ધ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ અમદાવાદ દ્વારા ૧૯/૬/૨૦૧૯, બુધવારની છેલ્લી અરજી તારીખ સાથે ટીચીંગ તથા નોન ટીચીંગ પોસ્ટસ અને સીનીયર રેસીડેન્ટ પોસ્ટની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.gcriindia.org ફોન નં.૦૭૯૨૨૬૮૮૦૧૨

 સમગ્ર દેશમાં સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં (યુનિવર્સિટી, કોલેજ, ડીમ્ડ યુનિવર્સિટી વિગેરે) ખાલી પડેલી આશરે ૩ લાખ જેટલી જગ્યાઓ આગામી ૬ મહિનામાં ભરવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને (UGC) તાકીદ કરી હોવાનું જાણવા મળે છે.

 ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ડોકટરલ પ્રોગ્રામ્સ, વિવિધ માસ્ટર્સ પ્રોગ્રામ્સ તથા ઓનલાઇન સર્ટીફીકેટ કોર્ષીસમાં ર૦૧૯-ર૦ માટેની એડમીશન પ્રક્રિયા જાહેર થઇ ગઇ છે. જોબ ઓરીએટેન્ટેડ, ડીમાન્ડેબલ તથા સમાજોપયોગી આકર્ષક કોર્ષીસ આ યુનિવર્સિટીમાં ચાલી રહ્યા છે.

www.gfsu.edu.in

 ભવિષ્યમાં થોડા સમયમાં ગુજરાત સરકાર દ્વારા સરકારમાં વિવિધ ક્ષેત્રે વર્ગ-૧,ર,૩,૪ ની આશરે ૩પ હજાર જેટલી જગ્યાઓ તથા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે વર્ગ ૧ થી ૪  ની આશરે ૭પ હજાર જેટલી જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા શરૂ થવાનું આધારભૂત સૂત્રો દ્વારા સંભળાઇ રહ્યું છે.

આટઆટલી ચિક્કાર ભરતીઓ સામે આવીને ઉભી છે ત્યારે સોનેરી ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, આત્મવિશ્વાસ, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, સમાજ તથા પરિવાર માટે કંઇક કરી છુટવાની તમન્ના  તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો -મંડી પડો. નોકરી મેળવવાનો હાલમાં મસ્ત ચાન્સ દેખાઇ રહ્યો છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટે અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી કે પછી અપડેટ થયેલી લેટેસ્ટ ઇન્ફર્મેશન વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી  અરજી કરવામાં સરળતા રહે).

-: આલેખન :-

ડો. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(3:32 pm IST)