Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મોદી કા તો જવાબ નહિ : સન્માન-સ્વાગત કાર્યક્રમો માટે

દિલ્હી બહાર ગયેલા પ્રધાનોને ફરમાન : બધુ પડતુ મુકી કામે ચઢો

પ્રધાનોને પીએમઓમાંથી પાછા ફરવાના ફોન થતા પ્રધાનો દોડયા પાછા દિલ્હી : મોદીએ બધા પ્રધાનોને પ વર્ષનો ટાર્ગેટ આપ્યો

નવી દિલ્હી, તા. ૬ :  લોકસભા ચૂંટણીમાં મળેલી ભારે ભરખમ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રજાની અપેક્ષાઓનો બોજ વધી ગયો છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કેબિનેટના મંત્રીઓને કોઇ છુટ આપવા માંગતા નથી. પીએમે મંત્રીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ સ્વાગત કરવાથી બચે અને તેમના મંત્રાલય સંબંધિત કામમાં લાગે સુત્રોના જણાવ્યા મુજબ પહેલા જ દિવસની બેઠકમાં વડાપ્રધાને તેમના દરેક મંત્રીઓને સલાહ આપી છે કે તેઓ એક મિનિટ બગડયા વગર તેમના સંબંધિત મંત્રાલયના કાર્યોમાં લાગી જાય. તેઓએ દિલ્હીના મંત્રીઓને દિલ્હીની બહાર પ્રવાસ નહીં કરવાનું કહેવામાં આવ્યું.

આ દરમ્યાન કેટલાક મંત્રી જીત બાદ તેમના સંસદીય ક્ષેત્રની મુલાકાત કરવા ગયા હતા પરંતુ ત્યારે વડાપ્રધાન કાર્યાલયથી તેમને ફોન કરવામાં આવ્યો અને તેઓને તાબડતોડ દિલ્હી પાછુ ફરવું પડયું જો કે પીએમ મોદી તેમના દરેક મંત્રી સાથે એક-એક બેઠક કરવાના હતા. જો કે દરેકને દિલ્હીમાં રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. પીએમે દરેક મંત્રીઓની સાથે એક-એક કરીને બેઠક કરી અને તેમને મંત્રાલય સાથે સંબંધિત ઉદ્દેશ્યોને વિસ્તારથી સમજાવામાં આવ્યા લોકસભા ચૂંટણી જીત્યા બાદ એનડીએની બેઠકમાં  જ પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધું હતું કે સરકારમાં મંત્રીઓની જવાબદારી 'સેવા'ની છે. જો કે દરેકે તેમનું યોગદાન આપવું પડશે.

બીજીબાજુ સુત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક મંત્રીઓ અને તેની સંબંધિત મંત્રાલયોને પાંચ વર્ષનો ટાર્ગેટ આપવામાં આવ્યો તેના પ્રથમ ચરણમાં દરેક મંત્રીઓને તેમના ૧૦૦ દિવસની પરફોરમન્સ આપવી પડશે.

(3:22 pm IST)