Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ટીડીપી કોંગ્રેસ સાથે ગઠબંધ કરશે તો હું આત્મહત્યા કરી લઈશ : આંધ્રના નાયબ મુખ્યમંત્રીની ચીમકી

કૃષ્ણમુર્તિએ વાઇએસઆર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગઠબંધનનો આરોપ લગાવ્યો

વિજયવાડા;આંધ્રપ્રદેશના રાજકારણમાં મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુ મોદી સરકારથી નારાજ થઈને વિપક્ષી એકતા તરફ નજરે પડે છે ત્યારે આંધ્રપ્રદેશનાં નાયબમુખ્યપ્રધાન કે. કૃષ્ણમુર્તીએ કહ્યું કે, જો તેલુગુદેશમ પાર્ટી (ટીડીપી) કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તો હું આત્મહત્યા કરી લઇશ.
 
કરનુલમાં પત્રકારો સાથે ચર્ચાક રતા કહ્યું કે, તેઓ કોંગ્રેસ સાથે કોઇ ગઠબંધન નહી કરે. જો પાર્ટી દ્વારા લેવામાં આવેલો નિર્ણય છે. જો એવું થાય છે તો તેઓ આત્મહત્યા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, તેઓ પોતાની પાર્ટી તરફથી કહી રહ્યા છે અને તેમનું અંગત મંતવ્ય નથી. કૃષ્ણમુર્તીએ વાઇએસઆર કોંગ્રેસ અને ભાજપનાં તે દાવાઓને નકારી દીધા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, ટીડીપી 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા જઇ રહ્યા છે.

 

કૃષ્ણમુર્તિએ વાઇએસઆર કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ગઠબંધનનો આરોપ લગાવતા તેની નિંદા કરી હતી. જો કે મુર્તિએ કહ્યું કે, સામાન્ય ચૂંટણી પહેલા કોઇ પ્રકારનાં ગઠબંધન અંગે નિર્ણય કરવામાં આવશે. મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડૂએ ગત્ત મહિને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલની સાથે કર્ણાટકમાં કુમારસ્વામીએ શપથગ્રહણ સમારોહમાં એક મંચ પર હાજર રહ્યા હતા. નાયડૂએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દર્જો આપવા અંગે એનડીએને પોતાનું સમર્થન  પાછુ ખેંચી લીધું હતું. પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે રાહુલની સાથે એક મંચ પર બેસવાનો અર્થ એવો નથી કે ગઠબંધન કરશે

  અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક ટીડીપી નેતાઓએ કહ્યું કે, કોંગ્રેસ 2019માં કેન્દ્રમાં સત્તામાં આવશે તો આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું છે અને એવામાં ગઠબંધન કરવામાં કોઇ વાંધો નથી. અત્યારથી ભાજપ અને ટીડીપી વચ્ચે ગઠબંધન તુટ્યું ત્યારથી બંન્ને વચ્ચે સંબંધો વણસ્યા છે. બંન્ને તરફથી આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે. ભાજપ ટીડીપી પર કિચડ ઉછાળવાની રાજનીતિ કરવા અને રાજનીતિક ફાયદા માટે કેન્દ્ર સરકારની વિરુદ્ધ સંગઠીત દુષ્પ્રચાર ચલાવવાનો આરોપ લગાવી રહી છે.

(12:23 am IST)