Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

આઇએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની ચાર કલાક પૂછપરછ

 

નવી દિલ્હી : આઇએનએક્સ મીડિયામાં વિદેશી રોકાણને મંજુરી આપવામાં થયેલા ગોટાળા અંગે સીબીઆઈએ પુર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની આશરે 4 કલાક પુછપરછ કરી હતી  કથિત ગોટાળા ચિદમ્બરમના કાર્યકાળમાં થઇ હતી.

 સુત્રોએ જણાવ્યું કે, સીબીઆઇએ પુર્વ મીડિયા વ્યાપારી પીટર મુખર્જી અને તેની પત્ની ઇંદ્રાણી મુખર્જીની કંપની આઇએનએક્સ મીડિયામાં વિદેશી રોકાણને મંજુરી આપવાની પ્રક્રિયામાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઇ હાલ બંન્નેની પુત્રી શીના બોરાની હત્યાનાં મુદ્દે પણ તપાસ કરી રહ્યા છે

  રાષ્ટ્રીય રાજધાનીમાં આવેલ સીબીઆઇ મુખ્યમથકની બહાર આવ્યા બાદ ચિદમ્બરમે કહ્યું કે, તેઓ સીબીઆઇ સામે રજુ થયા અને પ્રાથમિક ફરિયાદમાં તેમની વિરુદ્ધ કોઇ  આરોપ નથી.  

કોંગ્રેસ નેતાએ ટ્વીટર પર લખ્યું કે, સવાલ જવાબ FIPB(વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ)ની કેટલીક ફાઇલો પર આધારિત હતા. એટલા રેકોર્ડમાં લખવા જેવું કંઇ નહોતું. ચિદમ્બરમ વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ (FIPB)ની 305 કરોડ રૂપિયાની મંજૂરી અંગે કથિત ભુમિકા માટે તપાસ એજન્સીઓની તપાસનાં વર્તુળમાં આવી ચુક્યા છે.

(11:44 pm IST)