Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મ્યુચ્યુઅલ ફન્ડ્સ દ્વારા ચાર્જ કરાતા એડિશ્નલ એકસપેન્સમાં ધરખમ ઘટાડો કર્યો સેબીએ

મુંબઇ તા.૬: સિકયોરિટીઝ બજારના નિયામક સેબીએ મયુચ્યુઅલ ફન્ડ્સ દ્વારા ચાર્જ કરવામાં આવતા એડિશ્નલ એકપેન્સમાં ધરખમ ઘટાડો કરી માત્ર ૦.૦૫ ટકા કરી દીધા છે, જેથી મ્યુચ્યુઅલ ફન્ડ્સની પ્રોડકટ્સ રોકાણકારોમાં વધુ વ્યાપક બને.આ પગલાને કારણે મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાનો ખર્ચ ઘટશે અને ઉદ્યોગના ખેલાડીઓ માને છે કે એનાથી ડિસ્ટ્રીબ્યુટરો માટેના કમિશનમાં ઘટાડો થશે. મ્યુચ્યુઅલ ફન્ડની બધી સ્કીમ્સના એડિશ્નલ એકસપેન્સમાં ૦.૨૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.સેબીએ મ્યુચ્યુઅલ ફન્ડ્સને એકિઝટ લોડના બદલામાં ૦.૨૦ ટકા સ્કીમની વહીવટ હેઠળની અસ્કયામતો કે રોકાણકારો જયારે તેમનું હોલ્ડિંગ વેચે એના પર ચાર્જ કરવાની મંજુરી આપી હતી.અત્યારે ઇકિવટી અને બેલેન્સ્ડ સ્કીમના કિસ્સામાં એકચ્યુઅલ એકિઝટ એકસપેન્સ નોંધપાત્ર હદે ઊંચો છે. એની તુલનામાં એડિશ્નલ ચાર્જ ઓપન-એન્ડેડ ડેટ સ્કીમમાં નીચો છે.બધી ઓપન એન્ડેડ ઇકિવટી અને બેલેન્સ્ડ સ્કીમ્સને સરેરાશ આશરે ૦.૦૫ ટકા એકિઝટ લોડ પુનઃ જમા કરવામાં આવે છે, જયારે આી સ્કીમ્સને ૧૮-૨૦ ટકાનો સરેરાશ એડિશનલ એકસપેન્સ ચાર્જ કરવામાં આવે છે.

(4:16 pm IST)