Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મુંબઇ માટે ડરામણી આગાહી

મુંબઇમાં ૮ અને ૧૦ જૂન વચ્ચે એવો વરસાદ પડશે કે આજ સુધીના તમામ રેકોર્ડ તૂટી જશે

મુંબઇ તા. ૬ : મુંબઇમાં ચોમાસા પૂર્વેના વરસાદને કારણે ગરમીથી ત્રસ્ત થયેલા મુંબઇગરાઓને થોડી રાહત મળી છે અને આવતીકાલથી શહેરમાં ચોમાસાનું સત્તાવાર આગમન થવાની આગાહી ભારતીય વેધશાળા દ્વારા વ્યકત કરવામાં આવી છે ત્યારે અમેરિકન વેધશાળા સ્કાયમેટ દ્વારા આ અઠવાડિયામાં ૮ અને ૧૦ જૂન વચ્ચે મુંબઇમાં મુશળધાર વરસાદ પડવાનો અંદાજ વર્તાવવામાં આવ્યો છે. આ ગાળામાં વર્તાવવામાં આવ્યો છે. આ ગાળામાં મુંબઇની લાઇફલાઇન ખોરવાય એવી શકયતા હોવાથી મુંબઇગરાઓએ અત્યંત મહત્વનું કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવું એવી સલાહ પણ આપવામાં આવી છે.

સ્કાયમેટની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, મુંબઇમાં આ ત્રણ દિવસ દરમિયાન જે વરસાદ પડશે એ આજ સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખે એવો જબરદસ્ત હોવાની શકયતા છે. ૨૦૦૫ની ૨૬ જુલાઇના વરસાદના વિક્રમને પણ તોડી નાખે એવો વરસાદ થવાની આગાહી વેધશાળાએ વ્યકત કરી છે.

(4:10 pm IST)