Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ઓલાના ડ્રાઇવરે મહિલા પેસેન્જરને બાનમાં રાખીને તેની નગ્ન તસવીરો ખેંચી

મુંબઇથી કરેલી ફરિયાદના આધારે બેંગ્લોર પોલીસે આરોપીની ધરપકડ કરી

નવી દિલ્હી તા. ૬ : ઓલા અને ઉબર જેવી કેબ-સર્વિસની સેફટી હંમેશાં ચર્ચામાં રહી છે. વારંવાર કેબના ડ્રાઇવરો દ્વારા મહિલા પ્રવાસીઓની છેડતીની ઘટનાઓ બનતી રહે છે. બેન્ગલોરની ૨૬ વર્ષની એક યુવતીને પણ ઓલાના ડ્રાઇવરનો આવો જ અનુભવ થયો છે. મુંબઈ આવવા માટે વહેલી સવારની ફલાઇટ પકડવા આ યુવતીએ ઓલા બુક કરાવી હતી. નિયત રૂટના બદલે માર્ગ બદલવા માટે ડ્રાઇવરે જલદી પહોંચાશે તથા ટોલ નહીં ભરવો પડે એવું કારણ આપ્યું. આ મહિલા વ્યવસાયે આર્કિટેકટ છે.

સૂમસામ રસ્તા પર કાર પહોંચતાં જ કેબ અટકાવીને ડ્રાઇવરે યુવતી સાથે છેડછાડ કરવી શરૂ કરી હતી અને જો તેનું કહ્યું નહીં માને તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી. છેડછાડનો વિરોધ કરતાં તેણે યુવતીને દોસ્તોને બોલાવીને ગેન્ગ-રેપ કરવાની ધમકી પણ આપી હતી. થોડા સમય બાદ તેણે યુવતીને નિર્વ સ્ત્ર થઈને ફોટો માટે વિવિધ પોઝ આપવા કહ્યું હતું. આનાકાની બાદ યુવતીએ ફોટો પાડવા દીધા હતા. ડ્રાઇવરે યુવતીના ફોનમાં ફોટો પાડીને વોટ્સએપ દ્વારા પોતાના ફોનમાં લીધા હતા અને યુવતીને આ બનાવની ફરિયાદ દાખલ કરી તો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપી.ઙ્ગ

ઘણી કાકલૂદી બાદ તેણે યુવતીને એરર્પોટ પહોંચાડી હતી, જયાંથી તે પ્લેન પકડીને મુંબઈ આવી અને તેણે મુંબઈથી બેન્ગલોરના કમિશનરને ફરિયાદ કરીને બનાવની વિગતો જણાવી હતી. તેની ફરિયાદના આધારે પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

ઓલાના પ્રવકતાએ જણાવ્યું હતું કે 'ડ્રાઇવરને અમે બ્લેકલિસ્ટ કર્યો છે. આ કેસની તપાસમાં અમે પોલીસને પૂરો સહકાર આપીશું.'

(3:46 pm IST)