Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પ્રવીણ તોગડિયા ખેડૂતોના આંદોલનમાં જોડાશે : શુક્રવારે મધ્યપ્રદેશ જશે

પહેલા પુરૂષોત્તમ માસ ગમતો હતો, હવે રમઝાન સાથે પ્રેમ થઇ રહ્યો છે : તોગડિયા

નવી દિલ્હી તા. ૬ : ગુજરાત સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનોના સમર્થનમાં હવે ડો. પ્રવીણ તોગડિયા બહાર આવ્યા છે અને ખેડૂતોની અવગણના દેશને મોંઘી પડશે એમ કહીને ખેડૂત આંદોલનમાં જોડાવા અને નેતૃત્વ પુરૂ પાડવા માટે ૮ જૂને તેઓ મધ્યપ્રદેશના મંદસૌરમાં જશે.

ડો. પ્રવીણ તોગડિયાએ ગઇકાલે અમદાવાદમાં પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે 'દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનોમાં ખેડૂતોની માગણીઓને હું પૂર્ણ સમર્થન આપું છું અને શુક્રવારે મધ્યપ્રદેશના મંદસૌર જઇશ. ૧૭ વર્ષમાં ખેડૂતોની આત્મહત્યા ત્રણ લાખથી વધુ થઇ છે. દર વર્ષે ૧૨ હજારથી વધુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ૨૦ર્ી૧૪ની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે, સ્વામીનાથન કમિશનની ભલામણોનો સ્વીકાર થશે, પણ એમ ન કરીને ખેડૂતો સાથે કેન્દ્ર સરકારે વિશ્વાસઘાત કર્યો છે.'

સરકારે ડો. સ્વામીનાથન કમિશનની બધી ભલામણો તરત લાગુ કરવી જોઇએ એવી રજૂઆત કરતાં ડો. પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે, 'ખેડૂતોના દેવા માફ કરે, ટેકાના ભાવ દોઢગણા આપવામાં આવે, ૧૦૦ ટકા વીમાનું કવર આપવામાં આવે, કૃષિસાધનો પર જીએસટી ન લગાવવામાં આવે એ સહિતની ખેડૂતોની માગણીઓ સરકાર પૂરી કરે.'

(3:44 pm IST)