Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ફકત ૧૩૦૦ રૂપિયામાં હવાઈ મુસાફરી

ગો એર કંપનીની મોન્સુન ઓફર

નવી દિલ્હી, તા. ૬ :. જેટ ફયુલની કિંમતો વધવાને લીધે બધી એર લાઈન પોતાની ટીકીટોના ભાવ વધારવા લાગી છે ત્યારે ગો એર કંપની તમારા માટે સ્પેશ્યલ મોન્સુન ઓફર લઈને આવી છે. ૫ જૂનથી આ ઓફર શરૂ થઈ ગઈ છે. જેમાં તમે ૧૨૯૯ રૂપિયામાં હવાઈ મુસાફરી કરી શકો છો.

આ ઓફર હેઠળ તમારે ૨૪ જૂનથી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન મુસાફરી કરવા માટે ૫ જૂનથી ૭ જૂન સુધીમાં ટીકીટ બુક કરાવવાની રહેશે. જો તમે આ ઓફરનો લાભ લેવા ઈચ્છતા હો તો તમારે જલ્દી ટીકીટ બુક કરાવવી પડશે કેમ કે આ ઓફર વહેલો તે પહેલોના ધોરણે છે પણ એ પણ ધ્યાનમાં લેશો કે કોઈ કારણોસર ટીકીટ કેન્સલ કરવાની થશે, તો રીફંડ નહીં મળે કેમ કે ટીકીટ નોન રીફંડેબલ અને નોન ટ્રાન્સફરેબલ છે.

કંપનીએ જાહેર કર્યા પ્રમાણે આ ઓફર સાથે હાલમાં અમલી બીજી કોઈ ઓફરને નહીં જોડી શકાય. આ ઓફરનો લાભ લેવા માટે ગો એરની વેબસાઈટ પર જઈને તેના નિયમો અને શરતો પણ વાંચી લેવી.(૨-

(11:51 am IST)