Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પહેલા બિરિયાની ખાધી, ડિશ મોંઘી પડતા કરી નાખ્યું દુકાનદારનું મર્ડર!

દુકાનદારે બિરિયાનીની પ્લેટના ૧૯૦ રૂપિયા માગ્યા

કોલકાતા, તા.૦૬: કોલકાતાનો એક કિસ્સો હાલમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે, જેનાથી બધા લોકો દંગ છે. અહીં એક દુકાનદારને બિરિયાનીની એક પ્લેટના ૧૯૦ રૂપિયા વસૂલવાનું ભારે પડી ગયું. ગ્રાહકે ૧ પ્લેટ બિરિયાની માટે દુકાનદારને ગોળી મારી દીધી. દુકાનદારે પૈસા માગતા ગ્રાહક તેની સાથે લડવા લાગ્યો અને ગુસ્સામાં આવીને ગોળી મારી દીધી. ગોળી વાગ્યા બાદ દુકાનદારને હોસ્પિટલ લઈ જવાયો જયાં તેને મૃત જાહેર કરાયો. દુકાનદારનું નામ સંજય મોંડલ જણાવાઈ રહ્યું છે અને આ દ્યટના પરગનાસ જિલ્લામાં બની છે.

ઘટના બાદ પોલીસે એક વ્યકિતને અરેસ્ટ કરી લીધો છે જયારે બીજાની શોધખોળ ચાલુ છે. પોલીસ અનુસાર દોષિતનું નામ મોહમ્મદ ફિરોઝ છે. આ દ્યટનાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. સંજયના ભાઈએ કહ્યું કે, 'ફિરોઝે મારા ભાઈને ગોળી મારી. આ કરતૂતમાં ચાર લોકો શામેલ હતા. તેઓ માથાફરેલ લોકો હતા. અમે બધા દ્યણા ડરેલા છીએ અને અમને ખબર નથી પડી રહી કે, કેવી રીતે ધંધો કરવો'.

પોલીસે કહ્યું કે, 'એક પ્લેટ બિરિયાની માટે થયેલા ઝઘડામાં ગ્રાહકે દુકાનદારને ગોળી મારી દીધી. તેને હોસ્પિટલ લઈ જવાયો જયાં તેને મૃત જાહેર કરાયો. આ ઘટનમાં અમે FlR પણ નોંધી છે અને એક વ્યકિતની ધરપકડ પણ કરી છે.(૨૨.૭)

(11:49 am IST)