Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

યસ બેંકે શરૂ કરી નવી ડિપોઝીટ : સ્કીમ, ૮ ટકા વ્યાજ આપશે

ગ્રીન પ્રોડકટ્સ લોન્ચ કરશે યશ બેંક

નવી દિલ્હી તા. ૬ : પ્રાઈવેટ સેકટરની બેંક યસ બેંકે મંગળવારે પોતાની નવી ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી છે, જેમાં રોકાણકાર ૮ ટકા વ્યાજ મેળવી શકે છે. આ સ્કીમ અંતર્ગત રોકાણકારે ૧૮ મહીનાથી થોડા વધુ સમય માટે પૈસા જમા કરાવવા પડશે. યસ બેંકની નવી સ્કીમ 'ગ્રીન ફયૂચર : ડિપોઝિટ' દ્વારા આગામી ત્રણ મહિનામાં ૧ હજાર કરોડ રૂપિયા એકઠાં કરવાની યોજના છે. બેંકે પોતાની આ નવી સ્કીમને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોન્ચ કરી છે.

એક સ્ટેટમેન્ટે રજૂ કરી બેંકે જણાવ્યું કે, આ સ્કીમ અંતર્ગત રોકાણકારે ૧૮ મહિના અને ૮ દિવસ અથવા ૧૮ મહિના અને ૧૮ દિવસ સુધી ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવવું પડશે. આ દરમિયાન રોકાણકારને ૭.૫ ટકા વાર્ષિક વ્યાજદર મળશે. સીનિયર સિટીઝન માટે વ્યાજદર ૮ ટકા નક્કી કરવામાં આવ્યો છે.યસ બેંકના મેનેજિંગ ડિરેકટર અને સીઈઓ રાણા કપૂરે જણાવ્યું કે, 'યસ બેંક આ નાણાંકિય વર્ષમાં કેટલીક ગ્રીન રિટેલ પ્રોડકટ લોન્ચ કરશે. આ સંદર્ભે ગ્રીન ફયૂચર ડિપોઝિટ તેની પહેલી સ્કીમ છે.'

આ ઉપરાંત પર્યાવરણ દિન નિમિત્ત્।ે યસ બેંકે જણાવ્યું કે, તેણે પર્યાવરણના દૃષ્ટિકોણથી એક પાયલટ પ્રોજેકટની શરૂઆત કરી છે. બેંક ૯.૫ ટન સૂકા કચરાને રિસાઈકલ કરશે, જેનાથી પ્રતિ કવાર્ટર ૨૭.૩૫ મેટ્રિક ટન કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો લાવવામાં મદદ મળશે.(૨૧.૭)

(11:46 am IST)