Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

યુવાઓ રોજગારી આપનાર બન્યાઃ સ્ટાર્ટઅપથી જીવનમાં બદલાવ શકયઃ નરેન્દ્રભાઇ

વડાપ્રધાને '' નમો એપ'' દ્વારા સ્ટાર્ટ અપ અને નવા સંશોધનની દીશામાં કામ કરતા યુવાઓ સાથે વાત કરી

 નવી દિલ્હીઃ તા.૬, ગઇકાલે વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે '' નમો એપ'' દ્વારા વાતચિત કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સ્ટાર્ટ અપ અને નવા સંશોધનની દીશામાં કામ કરી રહેલ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો.

 નરેન્દ્રભાઇ જણાવેલ કે પહેલા   ડિઝીટલ અને ટેકનોલોજીકલને જ સ્ટાર્ટ અપ ગણવામાં આવતુ હતુ. પણ હવે પરિસ્થિતિ બદલી રહી છે. હવે અન્ય  ક્ષેત્રોમાં પણ સ્ટાર્ટ અપનો વ્યાપ ખુબજ વિસ્તર્યો છે હવે સ્ટાર્ટ અપ ફકત મોટા શહેરો પુરતુ મર્યાદીત નથી રહયું નાના શહેરો અને ગામડાઓ પણ સ્ટાર્ટ અપના વાઇબ્રન્ટ હબ તરીકે બહાર આવી રહયા છે.

 તેમણે જણાવેલ કે  ભારત યુવાઓનો દેશ છે. આજના યુવાઓ રોજગારી ઉભી કરનાર બની રહયા છે. સ્ટાર્ટ અપનો વિસ્તાર આખા દેશમાં છે તેના માટે પુરતુ નાણા ભંડોળ, સાહસ અને લોકોને જોડવા આવશ્યક છે સરકાર યુવાઓના સ્ટાર્ટઅપ માટે નાણાભીડ સમજે છે એટલે જ સરકાર દ્વારા તેના માટે પુરતા પ્રયાસો કરાયા છે. જેના માટે ૧૦ હજાર કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે.

 આ ઉપરાંત સરકારના ઇ-માર્કેટ પ્લેસ (જીઇએમ) પ્લેટફોર્મને પણ સ્ટાર્ટ અપ ઇન્ડિયા સાથે લીંક અપ કરવામાં આવ્યું હોવાનું નરેન્દ્રભાઇએ જણાવેલ સાથો-સાથ  સ્ટાર્ટ અપ કરનારને કાયદાકીય માગદર્શન માટે પણ એક ટીમ બનાવી હોવાનું મોદીએ ઉમેરેલ. (૪૦.૩)

 

(11:41 am IST)