Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

IDBI ૩૯૫૪૬૨૨૩નું દાન કરવા માટે તૈયાર થઇ

કોરોના સામેની લડાઇમાં મદદરુપ

અમદાવાદ,તા. ૬ : કોવિડ-૧૯ રોગચાળા સામે લડવા આઇડીબીઆઈ બેંકે આજે મહત્વની જાહેરાત કરી હતી કે, બેંક ભારત સરકાર દ્વારા રચવામાં આવેલા પીએમ કેર્સ ફંડમાં રૂ. ૩,૯૫,૪૬,૨૨૩નું દાન કરશે, જેનો ઉપયોગ વાયરસનાં પ્રસારને નિયંત્રણમાં લેવાના અને રાહત કાર્યોના પ્રયાસોમાં થશે. આ જાહેરાત કરતાં આઇડીબીઆઈ બેંકના એમડી અને સીઇઓ શ્રી રાકેશ શર્માએ કહ્યું હતું કે, આઇડીબીઆઈ બેંક આપણા સાથી નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી વધારવા પ્રયાસરત છે તથા આ પ્રદાન દ્વારા અમે કોરોનાવાયરસ રોગચાળા સામે લડવામાં સરકારનાં પ્રયાસોને ટેકો આપીએ છીએ.

દેશ અત્યારે કોરોના વાયરસની મહામારી સામેની લડાઇના કપરા કાળમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે બેંક તરફથી યથાયોગ્ય આર્થિક સહયોગ આપવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીના આ વૈશ્વિક મહામારી સામેની લડતના પ્રયાસો સરાહનીય છે. બેંક પણ તેના તરફથી શકય તમામ મદદ કરવા તત્પર રહેશે ખાસ કરીને કોરોના વાયરસને મ્હાત આપવા સહિયારા પ્રયાસોમાં બેંક દ્વારા પણ અસરકારક ભૂમિકા અદા કરવામાં આવશે.

 

(9:25 pm IST)