Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

બ્રિટનના હાલ-બેહાલ : હવે ગરીબી વધવા લાગી

૧.૪૦ કરોડ બ્રિટીશરો ગરીબીમાં : આ સંખ્યા કુલ વસ્તીના ચોથા ભાગની

લંડન, તા. ૬ : કોરોના વાયરસની વૈશ્વિક મહામારી બ્રિટનમાં સંક્રમણની સાથે જ હવે ગરીબી પણ વધારી રહી છે. નિષ્ણાતાનું કહેવું છે કે બ્રિટનમાં વૈશ્વિક આર્થિક સંકટ પછી એક દાયકાથી બ્રિટનની સરકારે આર્થિક કટોકટીઓનું પાલન કર્યું છે. તેમ છતાં પણ હવે ત્યાં આર્થિક સંકડામણની સ્થિતિ ઉભી થઇ રહી છે. ઓફીશ્યલ આંકડાઓ અનુસાર બ્રિટનમાં એક કરોડ ૪૦ લાખ લોકો ગરીબીમાં રહી રહ્યા છે. આ સંખ્યા બ્રિટનની કુલ વસ્તીના લગભગ રપ ટકા જેટલી છે.

બ્રિટીશ સરકારના આંકડાઓ અનુસાર ૪ર લાખ બ્રિટીશ બાળકો ગરીબીનો શિકાર છે. આ આંકડા ત્યાંના કુલ બાળકોના ૩૦ ટકા છે. બ્રિટનમાં કોરના સંક્રમણના કારણે લોકડાઉનથી લોકોની નોકરીઓ મોટા પાયા પર જઇ રહી છે. આનાથી બ્રિટનવાસીઓની હાલત બદથી બદતર થઇ રહી છે.

સામાજીક પરિવર્તન માટે કામ કરતા સંગઠન જોસેફ રાઉન્ટ્રી ફાઉન્ડેશનના અર્થશાસ્ત્ર પ્રમુખ ડેવ ઇન્સે કહ્યું છે કે હોસ્પિટલો અને રિટેલ ક્ષેત્રમાં કામ કરતા લોકો પર ગરીબીનું જોખમ ખાસ વધી રહ્યું છે. કેમ કે આ ક્ષેત્રના લોકોના પગાર પહેલાથી ઓછા છે અને નોકરીઓ પણ અસુરક્ષિત છે.

છેલ્લા એક પખવાડીયામાં બ્રિટનના લગભગ દસ લાખ નાગરિકોએ યુનિવર્સિલ ક્રેડીટ એટલે કે લોનની અરજી કરી છે. આ બ્રિટીશ સરકારની સૌથી મુખ્ય સરકારી લોન છે. લોન માટેની અરજીઓ સામાન્ય દિવસો કરતા દસ ગણી વધારે છે.

બ્રિટનના બાળ ગરીબી એકશન ગ્રુપની એક ડાયરેકટર લુઇસા મેકગ્રેહામે કહ્યું છે કે કોરોના મહામારી પહેલા જે પરિવારોની આવક સારી હતી અને જેને આ લોન લેવાનો વારો આવ્યો છે. ગરીબી અને લોકડાઉનના લીધે જે બાળકો શાળાએ નથી જઇ શકતા તે લોકોએ પણ ઓનલાઇન શિક્ષણની માંગણી કરીને મુસીબતો વધારી દીધી છે. તેમણે કહ્યું કે આપણે એવા દેશમાં રહી રહ્યા છીએ જયાં કોરોના સંક્રમણના લીધે બાળકોને ગરીબીનો સામનો કરવો પડી રહ્યો છે. (૮.૬)

(11:37 am IST)