Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોનાનો મૃત્યુઆંક ૭૦,૦૦૦ : કુલ કેસ ૧૨.૭થી વધુ

ઇટાલીમાં મૃત્યુદર ૧૨.૩ ટકા : સ્પેનમાં ૨૪ કલાકમાં ૮૦૯ના મોત : અમેરિકામાં મૃત્યુઆંક ૧૦ હજારની નજીકઃ તુર્કીમાં એક દિવસમાં ૭૬ના મોત : ૩૦૧૩ નવા કેસ નોંધાયા : ફ્રાંસમાં ૯૨,૮૩૯ કેસ, ૮૦૭૮ના મોત

વોશિંગ્ટન તા. ૬ : વિશ્વના વધુ પડતા દેશ આ સમયે ચીનથી ફેલાયેલી કોરોના મહામારીની ઝપેટમાં છે. ૧૨.૫ લાખથી વધુ સંક્રમિત થઇ ચુકયા છે. જ્યારે મૃત્યુઆંક ૭૦ હજારની નજીક પહોંચી ગયો છે. અઢી લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે. જોકે ભારતમાં મૃત્યુદર તેનાથી દેશોની સરખામણીએ સૌથી ઓછો છે.

ભારતમાં દર ૧૦૦ કોરોના દર્દીઓ ૨.૭૫ લોકોના મોત થઇ રહ્યા છે. ભારતની સરખામણીએ અમેરિકામાં ૧૦૦ કોરોના દર્દીઓ પર ૨.૬ના લોકોના મોત થઇ રહ્યા છે. અમેરિકાના બાલ્ટીમોર આવેલ જોન્સ હોપ્કિસ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ યુરોપીય દેશ ઇટાલીમાં મૃત્યુદર વિશ્વમાં સૌથી વધુ છે. ત્યાં ૧૨.૩ ટકા કોરોના દર્દીઓના મોત થઇ રહ્યા છે.

ફ્રાંસ, નેધરલેન્ડ અને સ્પેન જેવા અન્ય યુરોપીય દેશોમાં પણ મૃત્યુદર વધુ છે. ફ્રાંસમાં ૧૦૦ કોરોના સંક્રમિતોમાં ૧૦, નેધરલેન્ડમાં ૯.૪ અને સ્પેનમાં ૯.૪ લોકોના મોત થઇ રહ્યા છે. યુરોપીય સંઘથી અલગ થઇ ચૂકેલા બ્રિટેનમાં ૧૦૦ દર્દીઓમાં ૯.૩ લોકોના મોત થઇ રહ્યા છે. બીજી બાજુ બેલ્જીયમમાં ૬.૮ અને ઇરાનમાં ૬.૨ ટકાના દરથી કોરોના દર્દીના મોત થઇ રહ્યા છે. ચીનમાં ૧૦૦ સંક્રમિતોમાં ૪ના મોત થઇ રહ્યા છે.

સ્પેનમાં ૨૪ કલાકમાં ૮૦૯ના મોત થયા છે પાકિસ્તાનમાં આંકડો ૨૮૮૦ ઉપર પહોંચી ગયો. થાઇલેન્ડમાં ૧૦૨ નવા કેસ અને ત્રણના મોત થઇ ગયા છે. બીજી બાજુ બ્રિટેનમાં કોરોનાથી સંક્રમિત પાંચ વર્ષના એક બાળકનું મોત થયું છે. દેશમાં તે અત્યાર સુધીના સૌથી ઓછી ઉંમરના મોત છે. ત્યાં ૭૦૮ના મોત થયા છે.

કોરોનાનો કહેર અમેરિકામાં છેલ્લા સપ્તાહે સૌથી વધુ અને ભયાવહ રહ્યો ત્યાં અત્યાર સુધી ૩.૨૮ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચુકયા છે. જ્યારે ૭૩૦૦થી વધુના મોત થયા છે. આ દરમિયાન સારા સમાચાર એ છે કે ૧૬,૭૦૦ લોકો સ્વસ્થ થઇ ચુકયા છે. ન્યુયોર્ક, લુઇસિયાના અને મિશગન સહિતના ગર્વનરોએ લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ ઘરોમાં જ રહે સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક છે. હોસ્પિટલોમાં ક્ષમતાથી વધુ લોકો દાખલ છે.

મહિલાઓની સરખામણીએ પુરૂષોને કોરોનાથી વધુ ખતરો છે. તુર્કીમાં ૨૪ કલાકમાં ૩૦૧૩ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૭૬ લોકોના મોત થયા છે. પોઝીટીવનો આંકડો ૨૩,૯૩૪ થયો છે. અત્યાર સુધીમાં ૫૦૧ના મોત થયા છે. તુર્કીએ દેશના ૩૦ મોટા શહેરોમાં ૧૫ દિવસો માટે અવર-જવર પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

વિશ્વના કોરોનાની સ્થિતિ

અમેરિકા

કુલ કેસ  :  ૩,૩૬,૮૩૦

મૃત્યુઆંક :  ૯,૬૧૮

સ્પેન

કુલ કેસ  :  ૧,૩૧,૬૪૬

મૃત્યુઆંક :  ૧૨,૬૪૧

ફ્રાંસ

કુલ કેસ  :  ૯૨,૮૩૯

મૃત્યુઆંક :  ૮,૦૭૮

ઇટાલી

કુલ કેસ  :  ૧,૨૮,૯૪૮

મૃત્યુઆંક :  ૧૫,૮૮૭

જર્મની

કુલ કેસ  :  ૧,૦૦,૧૨૩

મૃત્યુઆંક :  ૧,૫૮૪

ઇરાન

કુલ કેસ  :  ૫૮,૨૨૬

મૃત્યુઆંક :  ૩૬૦૩

(11:35 am IST)