Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

રામના કોઇ વંશજો અયોધ્યામાં છે કે નહી : તે જાણવાની સુપ્રીમ કોર્ટને છે ઉત્સુકતા

નવી દિલ્હીઃ  રામ જન્મભૂમિ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભગવાન રામના કોઈ વંશજો અત્યારે અયોધ્યામાં રહે છે કે નહીં તે જાણવાની ઉત્સુકતા છે . રામ લલ્લા વિરાજમાનંના વકીલ ક.ે પરાશરને પીઠને કહ્યું હતું કે તેઓ તેમને શોધવાનો પ્રયત્ન કરશે .

અત્યાર સુધીમાં રામ અથવા રઘુવંશ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતી સાત વ્યકિતઓ બહાર આવી છે . જેમાંથી છ વ્યકિત રાજસ્થાનના જયપુર અને તે ઉદયપુરના રજવાડી કુટુંબની છે અને એક રાયબરેલીની છે . તેમાથી કોઈ અયોધ્યાનું નથી.

 રામાનંદ સંપ્રદાય (રામના પુત્રના વંશજ હોવાનું ગણાતો પંથ) ના આચાર્ય જગતગુરુ રામ દિનેશાચાર્યજી મહારાજ કહે છે કે ભગવાન રામ અચ્યુત ગોત્રના હતા એટલે તે ગોત્રના ક્ષત્રિય સંતો રામ ના વંશજો ગણાવા જોઈએ.

દિનેશાચાર્યજી કહે છે કે શ્રીમદ્ ભાગવત પુરાણમાં કહેવાયું છે કે  ઈકવાકુ વંશનો છેલ્લો રાજા સુમીત્ર હતો . કળિયુગમાં રામ નો વંશ સમાપ્ત થયો હતો. તેના પુરાવાઓ પુરાણોમાં છે એટલે રામ સાથે સાંકળતી વસ્તુ અચ્યુત ગોત્ર ના સંતો છે જે રામનું પણ ગોત્ર હતું . રામના વંશજ હોવાનું વૈજ્ઞાનિક રીતે કોઇ સાબિત કરી શકે તેમ ન હોવાથી પવિત્ર ગ્રંથો એ બીજો બહેતર વિકલ્પ છે અને પુરાણોમાં સાબિત થયું છે કે રામ અચ્યુત ગોત્રના હતા.

 અયોધ્યાનું રાજય જુદા જુદા સમયે સાકેત ,પ્રથમ પૂરી, ઈક્ષ્વાકુ ભૂમિ અને અવધપુરી ના નામે ઓળખાતું હતું જેની સ્થાપના વિવસ્વત મનુએ કરી હતી . દિનેશાચાર્યજી કહે છે કે મનુનો મોટો પુત્ર ઈક્ષ્વાકુ હતો . તેને સૂર્યવંશ ની સ્થાપના કરી હતી તેના મોટા પૌત્ર શ્રાવસ્તે શ્રાવસ્તી ની સ્થાપના કરી હતી . તેમના જ વંશના અન્ય એક રાજાએ ગંગાનું અવતરણ પૃથ્વી પર કર્યુ હોવાનું માનવામાં આવે છે ત્યાર પછી આ વંશમાં રઘુ નામનો રાજા થયો જેના નામથી રઘુવંશ ની શરૂઆત થઈ તેનો દીકરો અજ હતો અને તેના પુત્ર દશરથ જેના પુત્ર રામ હતા તેવું રામાયણમાં કહેવાયું છે.

(4:03 pm IST)