Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

શિંજો આબેને મળ્યા મોદીઃ ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમની બેઠકમાં હાજર રહેશે

બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો પર ચર્ચા થઇ

નવી દિલ્હી, તા.પઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રશિયાના બે દિવસ પ્રવાસે છે. આજરોજ પીએમ મોદીએ વ્લાદિવોસ્તોકમાં જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી. આ ઔપચારિક મુલાકાત દરમિયાન પીએમ મોદી અને શિંજો આબે વચ્ચે બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો પર ચર્ચા થઇ.

અગાઉ પીએમ મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાતિર ઙ્ગબિન મોહમ્મદ સાથે પણ મુલાકાત કરી હતી. આ સાથે પીએમ મોદી મંગોલિયાના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરવાના છે.

ત્યારબાદ પીએમ મોદી ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમના નેતાઓ સાથે વર્કિંગ લંચ લેશે. ત્યારબાદ પીએમ મોદી સવારે ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમના પ્લેનરી સેશનમાં ભાગ લેશે. પીએમ મોદી જૂડો ટેનામેન્ટમાં પણ ઉપસ્થિત રહેશે.

ઙ્ગઆ અગાઉ બે દિવસની ઐતિહાસિક મુલાકાતમાં રશિયા પહોંચેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. આ સાથે બંને દેશો વચ્ચે અનેક સમજૂતિ કરાર કરાયાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે અફદ્યાનિસ્તાન મુદ્દા પર ભારત હંમેશા સ્વતંત્ર અફદ્યાનિસ્તાનની તરફેણ ઇચ્છે છે. આ સાથે પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત-રશિયા ઇચ્છે છે કે કોઇપણ દેશના આંતરિક મામલે કોઇ ત્રીજા દેશનો હસ્તક્ષેપ ન હોવો જોઇએ.

(11:52 am IST)