Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ભગવાન હનુમાનની અમૂલ્ય મૂર્તિ

પાકિસ્તાનમાં ખોદકામ દરમ્યાન મળેલી સુરંગમાંથી નીકળી

કરાંચી તા. પ :.. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાંચીમાં એક મંદિરના ખોદકામ દરમ્યાના અતિમૂલ્યવાન પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિ કરાંચીના સોલ્જર બજારના પ્રસિધ્ધ શ્રી પૂંજમુખી હનુમાન મંદિરના ખોદકામ દરમ્યાન મળી છે. આ મૂર્તિઓ પીળા પથ્થરમાંથી બની છે જેની પર સિંદૂરના નિશાન પણ જોઇ શકાય છે. એમાં મહાવીર હનુમાન, ગણેશ મહારાજ અને નંદી મહાવીરની મૂર્તિઓ છે. ખૂબ ગીચ વસ્તી ધરાવતી ગલીમાં આવેલા આ મંદિરના રિનોવેશન માટે કરવામાં આવેલા ખોદકામ દરમ્યાન મજૂરોને અલગ-અલગ આકારની પંદર મૂર્તિઓ મળી હતી. એની સાથે એક હવનકુંડ પણ છે. નાની એવી સુરંગ છે જેમાં અસ્થિ કળશ પણ છે. એવું કહેવાઇ રહ્યું છે કે આ કોઇ સાધુ સંતનું હોઇ શકે છે. આ બધું જ લગભગ પંદરસો વર્ષ જૂનું છે. અલબત્ત, હજી તો પુરાતત્વવિદો દ્વારા કોઇ ફોડ પડયો નથી. હાલમાં તો મંદિરના પ્રબંધકોનો આગ્રહ છે કે આ મંદિરને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને એના પુનઃ નિર્માણમાં મદદ કરે.

(11:26 am IST)