Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અતિભારે વરસાદથી સમગ્ર મુંબઈ જળબંબાકાર થયું : જનજીવન ઠપ

મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો : તમામ વિસ્તારમાં કમરસુધીના પાણી ભરાતા પરિવહન વ્યવસ્થા ઠપ : અનેક ટ્રેનો રદ : લોકોને ઘરમાં જ રહેવા ફરજ : ગાડીઓ ડુબી જાય તેટલો વરસાદ

મુંબઈ,તા. ૪ : દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં અતિભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. મુંબઈના અનેક વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી હતી. લોકલ ટ્રેન સેવા પણ ઠપ થઇ ગઇ હતી. બીજી બાજુ લાંબા અંતરની ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. મુંબઈમાં આકાશી આફતના કારણે લોકો સવારથી જ મુશ્કેલીમાં દેખાયા હતા. સવારથી જ ભારે વરસાદ થયા બાદ દિવસ દરમિયાન ભારે વરસાદનો દોર જારી રહ્યો હતો. મુંબઈમાં આજે વહેલી પરોઢે વરસાદના કારણે કિંગ સર્કલ રેલવે સ્ટેશન, ગાંધી માર્કેટ, સાયન અને તમામ અન્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. બસના રુટ કેટલીક જગ્યાઓએ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. માયાનગરી મુંબઈમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઇ ગયું હતું. લોકલ લાઈફલાઈન સમાન ગણાતી ઉપનગરીય સેવા પણ ઠપ થઇ ગઇ હતી. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતાં આ મુશ્કેલી સર્જાઈ હતી. મુંબઈમાં બુધવારના દિવસે સવારે આઠ વાગ્યાથી લઇને મોડી સાંજ સુધી જુદા જુદા વિસ્તારોમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો હતો. મુંબઈના લોકો અતિ મુશ્કેલીમાં નજરે પડ્યા હતા. ગણેશ ઉત્સવની ઉજવણીની મજા બગડી હતી. માર્ગો, રેલ અને વિમાની સેવા પણ ખોરવાઈ ગઈ હતી.

          બસ અને ટ્રેન સેવા ઘણી જગ્યાએ બંધ કરવાની ફરજ પડી હતી. બચાવ કામગીરીમાં આરપીએફની ટીમો પણ જોડાઈ હતી. મીઠી નદી પર મોટી સંખ્યામાં લોકોને ખસેડવામાં આવ્યા હતા. આ નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી હતી. વસઈ અને વિરાર વચ્ચે ટ્રેન સેવા રદ કરવામાં આવી હતી. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર પણ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સિયોન અને કુર્લા વચ્ચે પણ લોકો મુશ્કેલીમાં દેખાયા હતા. કાર અને અન્ય વાહનો અડધાથી પણ વધુ પાણીમાં ડુબી જાય તે હદ સુધીનો વરસાદ એક જ દિવસમાં મુંબઈમાં પડ્યો છે. મુંબઈમાં ભારે વરસાદથી લોકલ ટ્રેન સેવા ઠપ થઇ ગઇ છે. સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. લોકલ ટ્રેન સેવાની સાથે સાથે શ્રેણીબદ્ધ ટ્રેનો રદ કરાઈ હતી. દેશના વાણિજ્ય પાટનગર મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે  જનજીવન ફરી એકવાર ખોરવાઇ ગયુ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ છે. ભારે વરસાદ હજુ એક બે દિવસ સુધી જારી રહે તેવી આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી પહેલાથી જ કરી હતી.

              જેના કારણે સ્કુલો અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હતી. ભારે વરસાદના કારણે મુંબઇમાં ટ્રેનો અને બસ સેવાને અસર થઇ હતી. કારણ કે જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. હાઇ ટાઇડની ચેતવણી જારી કરવામાં આવી છે જેથી લોકોને દરિયા કિનારે ન જવા માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. મુંબઇમાં આજે સવારે ભારે વરસાદના કારણે કિંગ્સ સર્કલ રેલવે સ્ટેશન અને ગાંધી માર્કેટની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સાયન વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા હતા. બેસ્ટની બસોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. ગાંધી માર્કેટમાં જળબંબાકારના કારણે હાલત કફોડી બની ગઇ હતી. સાયન રોડ ૨૪ અને વલ્લભ રપોડ પર જળબંબાકારના કારણે બસને સાયન રોડથી ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદના કારણે હાર્બર લાઇન પર ટ્રેનો મોડેથી દોડી રહી છે. કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. ઉપનગરીય ટ્રેન સેવાને માઠી અસર થઇ રહી છે. ઉપનગરીય સેવા ચર્ચગેટથી વસઇ રોડ વચ્ચે ચાલી રહી છે. વિરારમાં ટ્રેક ફેલ થઇ જવાના કારણે વસઇ અને વિરાર વચ્ચે હાલમાં ઓછી ટ્રેનો ચાલી રહી છે. ફ્લાઇટમાં પણ વિલંબની સ્થિતી જોવા મળી રહી છે.થાણે અને નવી મુંબઇ વચ્ચે સારો વરસાદ થઇ ચુક્યો છે. આ તમામ વિસ્તારોમાં ચાર ઇંચથી વધારે વરસાદ થઇ ચુક્યો છે. સ્કુલોને બંધ રાખવા ફરજ પડી

ક્યાં કેટલો વરસાદ.....

સ્થળ................................................ વરસાદ (મીમીમાં)

વિખરોલી.................................................... ૨૧૦.૮૪

મારોલ........................................................ ૧૯૬.૦૬

વિલેપાર્લે..................................................... ૧૮૬.૧૬

કાંદીવલી..................................................... ૧૮૦.૫૫

ડિનડોસી..................................................... ૧૭૮.૮૨

વર્સોવા....................................................... ૧૬૪.૫૮

બીકેસી....................................................... ૧૫૪.૧૭

કુર્લા........................................................... ૧૫૪.૧૭

મુલુંદ.......................................................... ૧૩૪.૮૭

ભાયકુલ્લા.................................................... ૧૦૪.૧૩

વડાલા........................................................ ૧૭૦.૮૭

દાદર.......................................................... ૧૪૮.૦૮

વર્લી.......................................................... ૧૩૯.૬૮

નરિમન પોઇન્ટ…………………………....૬૯.૦૭

(12:00 am IST)