Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

રાજસ્થાનમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ તેની સ્કૂલ બેલ્ટથી ગળુ દબાવી હત્યા

મૃતદેહ અલીગઢના ખેંડલી ગામ નજીક ઝાડીઓમાંથી મળી આવ્યો

જયપુર : રાજસ્થાનના ટોંકમાં વધુ એક ક્રૂર ઘટના બની છે રાજસ્થાનના ટોંક જિલ્લામાં હેવાનોએ માત્ર છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી છે

 આ ઘટના અલીગઢ પોલીસ મથક ક્ષેત્રમાં બની છે .પોલીસે કેસ નોંધીને તપાસ કરી દીધી છે  પોલીસ મુજબ છ વર્ષની બાળકીના ગળા પરથી તેનો જ સ્કૂલ બેલ્ટ મળ્યો હતો.. જેનો ઉપયોગ હત્યા માટે કરવામાં આવ્યો હતો.પોલીસે જણાવ્યું કે શનિવારે છ વર્ષીય બાળકી સ્કૂલેથી ઘરે પહોંચી ન હતી.. જે બાદ પરિવારજનોએ તેની તલાશ શરૂ કરી હતી.

આ દરમિયાન પોલીસને તેનો મૃતદેહ અલીગઢના ખેંડલી ગામ નજીક ઝાડીઓમાંથી મળી આવ્યો.. પોલીસ મુજબ આ બાળકી સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી.. અને તે સ્કૂલ યુનિફોર્મમાં જ હતી.. દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા સ્કૂલ બેલ્ટથી ગળુ દબાવીને કરવામાં આવી હતી .

(11:40 pm IST)