Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

દિપક મિશ્રા નિવૃત થતા હોય દેશના નવા ચીફ જસ્ટીસ તરીકે રંજન ગોગોઇ ફાઇનલઃ રજી ઓકટોબરે ચાર્જ સંભાળશેઃ જાન્યુઆરીમાં જે ૪ જજોએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્ફોટ કરેલા તેમાંના એક છે

દેશના નવા ચીફ જસ્ટીસ પદે દિપક મિશ્રાને સ્થાને રંજન ગોગોઇ બનશે. રજી ઓકટોબરે તેઓ ચાર્જ સંભાળશે. આમ સુપ્રીમના ચીફ જસ્ટીસ કોણ બનશે તેની અટકળો સમાપ્ત થઇ છે રંજન ગોગોઇ આસામના છે. આસામમાં ૪૦ લાખ નિરાશ્રીતો ભારતના નાગરિક નથી તેની ઓળખ કરનાર નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સનું મોનીટરીંગ કરનાર ખાસ બેન્ચનું નેતૃત્વ તેમણે સંભાળેલ. આ વર્ષના જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટના ૪ સીનીયર ન્યાયાધીશોએ અભૂતપૂર્વ પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્ફોટ સર્જેલ  તે માટેના રંજન ગોગોઇ એક જજ છે તેમણે સુપ્રીમ કોર્ટના એડમીની સ્ટ્રેશન અને ન્યાયતંત્રની સ્વાતંત્ર્યતા અંગે ગંભીર ચિંતા ઉપસ્થિત કરેલ

(10:26 pm IST)