Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ત્રિપુરામાં સીપીએમને મોટો ફટકો:સીનિયર નેતા બિશ્વજીત દત્તાએ કેસરિયો ધારણ કર્યો

-ભાજપના રાષ્ટ્રીય સચિવ અને ત્રિપુરાના પ્રભારી સુનીલ દેવધરે પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું

અગરતલાઃ ત્રિપુરામાં સીપીએમને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય બિશ્વજીત દત્તા સત્તાધારી ભાજપમાં સામેલ થઈ ગયા છે. દત્તા (68) રાજ્યની રાજધાનીથી લગભગ 50 કિલોમીટર દૂર ખોવાઈ જિલ્લામાં ભાજપમાં સામેલ થયા હતા. ભાજપના રાષ્ટ્રીય સચિવ અને ત્રિપુરાના પ્રભાવી સુનીલ દેવધરે પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. 

  તેમણે કહ્યું કે, દત્તા માકપાના સૌથી ઈમાનદાર નેતાઓમાં રહ્યાં છે. 1964થી સીપીએમ સાથે જોડાયેલા દત્તાએ દાવો કર્યો કે રાજ્યમાં 18 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની વિરુદ્ધ ક્રિમિનલ કાવતરું રચવામાં આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે કોમ્યુનિસ્ટ પાર્ટી ભ્રષ્ટાચાર, પક્ષપાત અને ક્રિમિનલ ગતિવિધિઓમાં સંડોવાયેલી છે. 

 ત્રિપુરામાં લેફ્ટ ફ્રન્ટ કમિટીએ તેમને આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યા હતા. બાદમાં તેમનું પત્તુ કાપીને ભૂતપૂર્વ એસએફઆઈ નેતા નિર્મલ બિસ્વાસને ટિકિટ આપવામાં આવી હતી. દત્તાએ  કહ્યું, મારા વિરુદ્ધ ક્રિમિનલ કાવતરું રચવામાં આવ્યું હતું. મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું જેથી હું ચૂંટણી ન લડું. આ ષડયંત્રને સીપીઆઈએમના સમર્થનથી રચવામાં આવ્યું હતું. 

(7:57 pm IST)