Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ખુબસુરત મહિલાઓ હશે, ત્યાં રેપ થતા રહેશેઃ ફિલિપાઇન્સ રાષ્ટ્રપતિ

બોલવામાં કોઇ શરમ નથી રહી!

ફિલિપાઈન્સ,તા.૧: ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે તેમના અટપટા નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. દુતેર્તેએ એકવાર ફરી મહિલાઓને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દુષ્કર્મની વધતી જતી ઘટનાઓને લઈ મહિલાઓની ખુબસુરતીને જવાબદાર ગણાવી છે.

રોડ્રિગો દુતેર્તે અનુસાર, તેમના શહેરમાં રેપની ઘટના એટલા માટે વધી રહી છે, કારણ કે મોટી સંખ્યામાં અહી સુંદર મહિલાઓ છે. તેમણે કહ્યું, જ્યાં સુધી શહેરમાં વધારે ખુબસુરત મહિલાઓ રહેશે, ત્યાં સુધી રેપની ઘટના થતી રહેશે.

ફિલિપાઈન્સની મહિલા સંગઠનોએ રાષ્ટ્રપતિના આ નિવેદનની ખુબ ટીકા કરી છે. મહિલા સંગઠનોએ કહ્યું કે, અમે આવા ગંદા નિવેદન સ્વીકાર નહી કરીએ. ખાસ કરીને દેશના રાષ્ટ્રપતિએ આવું નિવેદન ન આપવું જોઈએ. આવા નિવેદનથી રેપને વધારે પ્રોત્સાહન મળશે.

મહિલાઓ પર રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે હંમેશા અટપટા નિવેદન આપતા રહે છે. આ વર્ષે જૂનમાં સાઉથ કોરિયામાં દુતેર્તેએ મંચ પર ફિલિપાઈન્સની એક મહિલાના હોઠ પર કિસ કરી લીધી હતી.

 આ પહેલા દુતેર્તે એવું પણ કહી ચુક્યા છે કે, સૈનિકોને ત્રણ મહિલા સાથે રેપ કરવાની મંજૂરી છે. તે કોઈ પણ ઘરની તપાસ કરી શકે છે અને કોઈની પણ ધરપકડ કરી શકે છે. તેમને પૂરી છૂટ છે. જો માર્શલ લો દરમ્યાન તમે ત્રણ મહિલા સાથે રેપ કરી દો છો, તો હું તમારા માટે જેલ જતો રહીશ. તેમણે કહ્યું હતું કે, હું મુસ્લીમ આતંકવાદીઓ કરતા ૫૦ ઘણો વધારે ક્રૂર છું. તે જે લોકોના માથા ધડથી અલગ કરે છે, તેમના કરતા પણ વધારે. જો મારા સૈનિકોએ આતંકવાદીને પકડી લીધો તો હું તેમને ખાઈ પણ શકુ છું.(૯.૯)

 

(3:35 pm IST)